IND vs NZ: 2026ના નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ન્યુઝીલેન્ડ સામે રમાનારી ત્રણ મેચની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત અગાઉથી થઈ ચૂકી છે.

IND vs NZ: શુભમન ગિલને કેપ્ટન્સી, સિરાજ અને શ્રેયસની ટીમમાં વાપસી
વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શુભમન ગિલ કરશે. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં ભાગ લઈ શક્યો ન હતો, ત્યારે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતે તે સીરિઝ 2-1થી જીતી હતી.
આ સીરિઝ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરની વાપસી થઈ છે. જોકે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શ્રેયસ ઐયર ફિટ જાહેર થશે તો જ તે સીરિઝમાં રમશે.
IND vs NZ: શમીની ફરી બાદબાકી, પડિકલ અને ઈશાનને સ્થાન નહીં
સિરાજ અને શ્રેયસની વાપસી વચ્ચે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું નથી. શમી છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો, જ્યાં ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતે ખિતાબ જીત્યો હતો.
ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ છતાં દેવદત્ત પડિકલ અને ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જ્યારે રિષભ પંતે પોતાની જગ્યા જાળવી રાખી છે.
IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ODI સીરિઝ માટે ભારતીય ટીમ
- શુભમન ગિલ (કેપ્ટન)
- રોહિત શર્મા
- વિરાટ કોહલી
- કેએલ રાહુલ (વિકેટકીપર)
- શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન*)
- વોશિંગ્ટન સુંદર
- રવિન્દ્ર જાડેજા
- મોહમ્મદ સિરાજ
- હર્ષિત રાણા
- પ્રસિધ કૃષ્ણા
- કુલદીપ યાદવ
- રિષભ પંત (વિકેટકીપર)
- નીતિશ કુમાર રેડ્ડી
- અર્શદીપ સિંહ
- યશસ્વી જયસ્વાલ
* શ્રેયસ ઐયરની પસંદગી ફિટનેસ પર આધારિત રહેશે.
IND vs NZ: સંપૂર્ણ મેચ શેડ્યૂલ
વનડે સીરિઝ
- 11 જાન્યુઆરી – પહેલી વનડે, વડોદરા
- 14 જાન્યુઆરી – બીજી વનડે, રાજકોટ
- 18 જાન્યુઆરી – ત્રીજી વનડે, ઇન્દોર
ટી20 સીરિઝ
- 21 જાન્યુઆરી – પહેલી T20, નાગપુર
- 23 જાન્યુઆરી – બીજી T20, રાયપુર
- 25 જાન્યુઆરી – ત્રીજી T20, ગુવાહાટી
- 28 જાન્યુઆરી – ચોથી T20, વિશાખાપટ્ટનમ
- 31 જાન્યુઆરી – પાંચમી T20, તિરુવનંતપુરમ
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો.




