Centre Issues Strict Notice to X:એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે કન્ટેન્ટ હટાવવાનો કેન્દ્રનો આદેશ

0
149
Centre Issues
Centre Issues

Centre Issues Strict Notice to X:કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (એક્સ) અને તેની એઆઈ એપ Grok (ગ્રોક) સામે કડક નોટિસ જારી કરી છે. મંત્રાલયે આદેશ આપ્યો છે કે પ્લેટફોર્મ પર ફેલાતી અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. સાથે જ 72 કલાકની અંદર લેવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.

Centre Issues Strict Notice to X

Centre Issues Strict Notice to X:ગ્રોક એઆઈનો દુરુપયોગ થતો હોવાનો કેન્દ્રનો દાવો

કેન્દ્ર સરકાર મુજબ, ગ્રોક એઆઈનો ઉપયોગ કરીને અનેક યુઝર્સ અશ્લિલ અને વાંધાજનક કન્ટેન્ટ જનરેટ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓની તસવીરોનો દુરુપયોગ કરીને નકલી અને અપમાનજનક ઈમેજ તૈયાર થતી હોવાના કેસ સામે આવ્યા છે. સરકારનું કહેવું છે કે એક્સ પ્લેટફોર્મ આવા કિસ્સાઓ પર યોગ્ય નિયંત્રણ રાખવામાં નિષ્ફળ ગયું છે.

Centre Issues Strict Notice to X:એક્સ અને ગ્રોકની પૉલિસી ભારતીય કાયદાના વિરોધમાં

મંત્રાલયે જણાવ્યું છે કે એક્સ અને ગ્રોકની કેટલીક કન્ટેન્ટ જનરેશન તથા ફ્રીડમ સંબંધિત પૉલિસીઓ ભારતના આઈટી કાયદા અને નિયમોના વિરુદ્ધ છે. આવી પૉલિસીઓથી અશ્લિલ કન્ટેન્ટને પ્રોત્સાહન મળે છે, જે દેશના કાયદા મુજબ સ્વીકાર્ય નથી.

Centre Issues Strict Notice to X

ફેક એકાઉન્ટ્સ પર અંકુશ નહીં હોવાનો આક્ષેપ

કેન્દ્ર સરકારની નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક્સ પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ્સ ખોલવા બાબતે કોઈ અસરકારક નિયંત્રણ નથી. આવા એકાઉન્ટ્સમાંથી એઆઈની મદદથી મહિલાઓની ફેક અને અશ્લિલ ઈમેજ બનાવી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે, જે ગંભીર ગુનો ગણાય છે.

Centre Issues Strict Notice to X:સંસદમાં પણ ઉઠી ચૂક્યો છે મુદ્દો

Centre Issues Strict Notice to X

આ મુદ્દે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી ગ્રોક એઆઈના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ સંસદમાં પણ એઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર અશ્લિલ સામગ્રી ફેલાવવાના મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે. આ તમામ પરિપ્રેક્ષ્યમાં કેન્દ્ર સરકારે એક્સને કડક નોટિસ પાઠવી હોવાનું જણાવ્યું છે.

Centre Issues Strict Notice to X:સમયમર્યાદામાં પગલાં નહીં ભરે તો કડક કાર્યવાહી

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો એક્સ પ્લેટફોર્મ 72 કલાકની અંદર યોગ્ય પગલાં લઈ તેનો અહેવાલ રજૂ નહીં કરે, તો ભારતના આઈટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ગેરકાયદે અને અશ્લિલ કન્ટેન્ટ સામે નિયમિત સમીક્ષા અને કડક કાર્યવાહી કરવાની ફરી એકવાર ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો :Uttarakhand Fire : આર્મી કેમ્પમાં અચાનક ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર; ફાયર વિભાગની ટીમ દોડી આવી