Gujarat RTO Transfer List:વર્ષ 2025ના અંતિમ દિવસે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના મોટર વાહન ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી અધિસૂચના મુજબ રાજ્યના **17 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ (Class-2)**ને બઢતી આપી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (Class-1) તરીકે નવી નિમણૂંક કરવામાં આવી છે.

Gujarat RTO Transfer List:પગાર ધોરણમાં વધારો, આદેશ તાત્કાલિક અમલમાં
બઢતી મેળવનારા તમામ અધિકારીઓને **પે મેટ્રિક્સ લેવલ-11 (₹67,700 થી ₹2,08,700)**ના પગાર ધોરણમાં મુકવામાં આવ્યા છે. સરકારના આદેશ મુજબ, આ બઢતી અને બદલીનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.
Gujarat RTO Transfer List:રાજ્યપાલના હુકમથી આદેશ જારી
આ આદેશ ગુજરાત રાજ્યપાલના હુકમથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગના ઉપસચિવ તેજેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યપાલના સચિવ, વાહન વ્યવહાર કમિશનર સહિત તમામ સંબંધિત કચેરીઓને મોકલી આપવામાં આવી છે.
વહીવટી વ્યવસ્થામાં ગતિ મળશે
આ બઢતી અને બદલીના નિર્ણયથી રાજ્યના RTO વિભાગની વહીવટી કામગીરી વધુ અસરકારક બનશે અને વાહન વ્યવહાર સંબંધિત સેવાઓમાં ગતિ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બઢતી પામેલા અધિકારીઓની સંપૂર્ણ યાદી
બઢતી મેળવનારા અધિકારીઓ અને તેમની નવી નિમણૂંકના સ્થળોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:





