Big Relief for Taxpayers:AMCની મોટી જાહેરાત પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી, 31 માર્ચ સુધી મળશે લાભ

0
121
Taxpayers
Taxpayers

Big Relief for Taxpayers: અમદાવાદના પ્રોપર્ટી ટેક્સ ભરનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી સ્કીમ અમલમાં મુકાઈ છે. આ સ્કીમ હેઠળ કરદાતાઓને અલગ-અલગ મહિને અલગ ટકા મુજબ વ્યાજમાં છૂટ મળશે.

મહત્વનું છે કે આ વ્યાજ માફી સ્કીમ વર્ષ 2025-26ના પ્રોપર્ટી ટેક્સના બિલ પર લાગુ પડશે નહીં, પરંતુ અગાઉના બાકી ટેક્સ પર જ લાગુ થશે. AMCને આ યોજનાથી 500 કરોડ રૂપિયાથી વધુ આવક થવાની આશા છે.

Big Relief for Taxpayers

Big Relief for Taxpayers: કયા મહિને કેટલી મળશે વ્યાજ માફી?

મહિનોરહેણાંક મિલકત (%)કોમર્શિયલ મિલકત (%)
જાન્યુઆરી85%65%
ફેબ્રુઆરી80%60%
માર્ચ75%50%

જાન્યુઆરી મહિનામાં ટેક્સ ચૂકવનાર રહેણાંક મિલકતધારકોને સૌથી વધુ 85 ટકા વ્યાજ માફી, જ્યારે કોમર્શિયલ મિલકતધારકોને 65 ટકા વ્યાજ માફી મળશે.

Big Relief for Taxpayers: 22 લાખથી વધુ મિલકત ધારકોને મળશે લાભ

અમદાવાદ શહેરમાં હાલ 15 લાખથી વધુ રહેણાંક મિલકતો અને 7 લાખથી વધુ કોમર્શિયલ મિલકતો આવેલી છે. કુલ મળીને 22 લાખથી વધુ મિલકત ધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં અલગ-અલગ સ્લેબ મુજબ માફી આપવામાં આવશે.

Big Relief for Taxpayers

ઝૂંપડાવાળી મિલકતોને 100% વ્યાજ માફી

વ્યાજ માફી સ્કીમ અંતર્ગત ચાલી અને ઝૂંપડાવાળી મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ, જુની ફોર્મ્યુલા મુજબ 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 દરમિયાન રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકતો માટે 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

દર મહિને વ્યાજ માફીમાં થશે ઘટાડો

ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. હાલ અમલમાં આવેલી સ્કીમ હેઠળ (વર્ષ 2025-26 સિવાય) આ વ્યાજની કુલ રકમમાં રાહત આપવામાં આવી છે. જો કે, દર મહિને વ્યાજ માફીના દરમાં પાંચ ટકા ઘટાડો થશે, જેથી વહેલા ટેક્સ ભરનારાને વધુ ફાયદો થશે.

અમદાવાદમાં કેટલા ટેક્સ ધારકો?

અમદાવાદ શહેરમાં કુલ 25.89 લાખ પ્રોપર્ટી ટેક્સ ધારકો છે, જેમાં

  • 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો
  • 6.52 લાખ કોમર્શિયલ મિલકત ધારકો સામેલ છે.

AMCની અપીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કરદાતાઓને અપીલ કરી છે કે વ્યાજ માફીનો પૂરતો લાભ લેવા માટે સમયસર પ્રોપર્ટી ટેક્સ ચૂકવી દે.

આ પણ વાંચો :8th Pay Commission Latest News:1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ, સરકારી કર્મચારીઓનો પગાર થશે મોટો વધારો