GSRTC Fare Hike News:ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો, નવા વર્ષે મોંઘવારીની ભેટ; આજ મધરાતથી અમલ

0
201
GSRTC
GSRTC

GSRTC Fare Hike News:નવા વર્ષના પ્રારંભ સાથે જ ગુજરાતના લાખો મુસાફરોને મોંઘવારીની વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી. બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આજ 31 ડિસેમ્બર 2025ની મધરાતથી અમલમાં આવશે, જેનો સીધો અસર દરરોજ એસ.ટી. બસમાં મુસાફરી કરતા અંદાજે 27 લાખ મુસાફરો પર પડશે.

GSRTC Fare Hike News:1 જાન્યુઆરી 2026થી વધેલું ભાડું લાગુ

GSRTC Fare Hike News

GSRTC દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ 1 જાન્યુઆરી 2026થી રાજ્યભરમાં એસ.ટી. બસોના ભાડા દરમાં સરેરાશ 3 ટકા વધારો લાગુ પડશે. નિગમનું કહેવું છે કે મુસાફરોને વધુ સારી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

GSRTC Fare Hike News:ખર્ચ વધતા ભાડામાં વધારો કરવો પડ્યો

નિગમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડીઝલના ભાવ, જાળવણી ખર્ચ, કર્મચારીઓના પગાર તેમજ અન્ય સંચાલન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ખર્ચને પહોંચી વળવા અને બસ સેવાઓની ગુણવત્તા સુધારવા માટે ભાડામાં આંશિક વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

GSRTC Fare Hike News:દૈનિક મુસાફરો પર સીધી અસર

રાજ્યમાં દરરોજ લાખો લોકો એસ.ટી. બસ સેવા પર નિર્ભર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો માટે એસ.ટી. પરિવહનનું મુખ્ય સાધન છે. ભાડામાં થયેલા વધારાને કારણે હવે દૈનિક મુસાફરીનો ખર્ચ વધશે, જેનાથી સામાન્ય જનતાની ખિસ્સા પર ભાર પડશે.

મુસાફરોમાં મિશ્ર પ્રતિક્રિયા

નવા વર્ષની શરૂઆત સાથે જ ભાડામાં વધારા અંગે મુસાફરોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો આ વધારાને મોંઘવારીના વધુ એક બોજ તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક મુસાફરો વધુ સારી સેવા મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

નિગમની અપીલ

GSRTCએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ નવા ભાડા દરની જાણકારી સાથે મુસાફરી કરે અને કોઈ અસુવિધા થાય તો નજીકના ડેપો અથવા અધિકારીઓનો સંપર્ક કરે.

આ પણ વાંચો :Gujarat Weather Update:કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર, પોરબંદર-દ્વારકામાં ઝરમર વરસાદ