Home State Gujarat Gujarat Weather Update:કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર, પોરબંદર-દ્વારકામાં ઝરમર વરસાદ

Gujarat Weather Update:કમોસમી વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર, પોરબંદર-દ્વારકામાં ઝરમર વરસાદ

0
412
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather Update:વર્ષ 2025ના અંતિમ દિવસે ગુજરાતમાં હવામાનનું રૂપ એકાએક બદલાઈ ગયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વહેલી સવારથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે.

Gujarat Weather Update

Gujarat Weather Update:વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

આજે વહેલી સવારથી જ સમગ્ર પોરબંદર-દ્વારકા પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા સહિત આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા. માવઠાના કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે.

Gujarat Weather Update:રવિ પાક પર માવઠાનો ખતરો, ખેડૂતોમાં ચિંતા

ભર શિયાળે પડેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ રવિ પાક તેની મહત્વપૂર્ણ અવસ્થામાં હોવાથી માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જીરું અને ચણાના પાકમાં ફૂગ લાગવાની અને પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ વરસાદથી નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ પલળી ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.

Gujarat Weather Update:હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 24 કલાક દરમિયાન કચ્છ, જામનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ઠંડીમાં આંશિક રાહત, લઘુત્તમ તાપમાન ઊંચકાયું

વાદળછાયા વાતાવરણ અને વધેલા ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં ગત રાત્રે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધુ છે.

રાજ્યના અન્ય શહેરોમાં નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6 અને સુરત તથા ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

આ પણ વાંચો :Junagadh 31st Police Checking:31st પર જૂનાગઢમાં પોલીસની લાલ આંખ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર ઝીરો ટોલરન્સ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે