Wedding Bells in Vadra Family: કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા તથા બિઝનેસમેન રોબર્ટ વાડ્રાના ઘરે ટૂંક સમયમાં ખુશખબર આવવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર રેહાન વાડ્રાની દિલ્હીની રહેવાસી અવીવા બેગ સાથે સગાઈ થઈ ગઈ છે. આ સાથે વાડ્રા પરિવારના ઘરે લગ્નની તૈયારીઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Wedding Bells in Vadra Family: સાત વર્ષના સંબંધ પર સત્તાવાર મહોર
મળતી માહિતી મુજબ, રેહાન વાડ્રા અને અવીવા બેગ છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં રેહાને અવીવાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેને અવીવાએ ખુશીથી સ્વીકારી લીધું. બંને પરિવારોએ પણ આ સંબંધને મંજૂરી આપી દીધી છે. અવીવા બેગ અને તેમનો પરિવાર લાંબા સમયથી દિલ્હીમાં રહે છે.
Wedding Bells in Vadra Family: કલા જગત સાથે જોડાયેલ રેહાન વાડ્રા
24 વર્ષીય રેહાન વાડ્રા વિઝ્યુઅલ અને ઇન્સ્ટોલેશન આર્ટિસ્ટ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. તેમણે ‘ડાર્ક પરસેપ્શન’ નામે પોતાનું સોલો આર્ટ એક્ઝિબિશન પણ યોજ્યું છે. રેહાનને પ્રકૃતિની ફોટોગ્રાફી અને પ્રવાસનો ખાસ શોખ છે. તેઓ સામાન્ય રીતે રાજકીય પ્રવૃત્તિઓ અને લાઈમલાઈટથી દૂર રહેતા જોવા મળે છે.

દિલ્હી, દેહરાદૂન અને લંડનમાં અભ્યાસ
રેહાને દિલ્હીમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ દેહરાદૂન અને લંડનથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેઓ જાહેર મંચો પર બહુ ઓછા સક્રિય રહેતા હોવાથી, તેઓ ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં જોડાશે કે નહીં તે મુદ્દે હાલ માત્ર અટકળો જ ચાલી રહી છે.
લગ્નની તારીખ હજુ નક્કી નથી
રેહાન અને અવીવાની સગાઈ થઈ હોવા છતાં લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને પરિવારો પરસ્પર સંમતિ અને સુવિધા અનુસાર લગ્નની તારીખ નક્કી કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :Ahmedabad Flower Show:ફ્લાવર શૉ અમદાવાદ: કોને મળશે મફત પ્રવેશ? ઓનલાઈન ટિકિટની જાણકારી




