Ahmedabad Flower Show:નવા વર્ષની ભેટ તરીકે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત આ ફ્લાવર શૉ માટે ટિકિટના દરો, ફ્રી એન્ટ્રી અને ઓનલાઈન-ઓફલાઈન બુકિંગની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
મુલાકાતીઓની સુવિધા માટે AMCએ ટિકિટના દરોમાં ઘટાડો કરીને નવા દરો નક્કી કર્યા છે. સામાન્ય દિવસો એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે ટિકિટનો દર રૂપિયા 80 રહેશે, જ્યારે અગાઉ આ દર રૂપિયા 120 નક્કી કરાયો હતો. વીકએન્ડ અને જાહેર રજાઓ દરમિયાન ટિકિટનો દર રૂપિયા 100 રહેશે, જે અગાઉ રૂપિયા 150 હતો.

Ahmedabad Flower Show:VIP સ્લોટ અને કોમ્બો ટિકિટ
ફ્લાવર શૉ સાથે અટલ બ્રિજની મુલાકાત લેવા ઈચ્છતા લોકો માટે કોમ્બો ટિકિટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે જ સવારે 8થી 9 વાગ્યા સુધી અને રાત્રે 10થી 11 વાગ્યા સુધી VIP સ્લોટ રાખવામાં આવ્યો છે, જેના માટે રૂપિયા 500 ફી નક્કી કરવામાં આવી છે.
Ahmedabad Flower Show:કોને મળશે ફ્રી એન્ટ્રી?
AMC દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ,
- 12 વર્ષથી નીચેના બાળકો
- AMC સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ
- દિવ્યાંગજન
- સૈનિકો
ને ફ્લાવર શૉમાં ફ્રી એન્ટ્રી મળશે.
ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી માત્ર રૂપિયા 10ની ટિકિટ પર પ્રવેશ મળશે.

Ahmedabad Flower Show:ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગ

મુલાકાતીઓ AMC દ્વારા જાહેર કરાયેલા QR કોડને સ્કેન કરીને સરળતાથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. QR કોડ સ્કેન કર્યા બાદ ખુલતા પેજ પર નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને ફ્લાવર શૉ અથવા કોમ્બો ટિકિટ પસંદ કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ટિકિટ મળશે, જે બતાવીને પ્રવેશ મેળવી શકાશે.
AMCએ સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન ટિકિટ નોન-રિફંડેબલ રહેશે અને બુક થયા બાદ કેન્સલ કરી શકાશે નહીં. જો પેમેન્ટ કપાયા બાદ ટિકિટ ન મળે તો ‘Download Ticket’ મેનુમાં જઈ મોબાઈલ નંબર દાખલ કરીને ટિકિટ ફરીથી ડાઉનલોડ કરી શકાશે.
ફ્લાવર શૉમાં રંગબેરંગી ફૂલોના આકર્ષક ડિઝાઇન, થીમ આધારિત ગાર્ડન અને પરિવાર સાથે સમય વિતાવવાનો અનોખો અનુભવ મળશે, જેથી નવા વર્ષની શરૂઆત યાદગાર બનશે.
આ પણ વાંચો :NewYearSecurity:31 ડિસેમ્બરને લઈ ગુજરાતની સરહદો સીલ, દાહોદ-બનાસકાંઠામાં SRPF તૈનાત




