Salman Khan Unveils:બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને પોતાના 60મા જન્મદિવસે ચાહકોને એક યાદગાર સરપ્રાઇઝ આપ્યું છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ **‘બેટલ ઓફ ગલવાન’**નું ટીઝર સલમાનના બર્થડે પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફિલ્મની ચર્ચા તેજ બની ગઈ છે.

Salman Khan Unveils:ગલવાન ઘાટીની ઘટના પર આધારિત દેશભક્તિ ફિલ્મ
‘બેટલ ઓફ ગલવાન’ લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી ભારત-ચીન વચ્ચેની અથડામણ પર આધારિત ફિલ્મ છે, જેમાં ભારતીય સેનાની બહાદુરી અને બલિદાનને દર્શાવવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન કર્નલ બી. સંતોષ બાબુના પાત્રમાં નજરે પડે છે. આ ભૂમિકા સલમાનની અત્યાર સુધીની સૌથી ગંભીર અને શક્તિશાળી ભૂમિકાઓમાંની એક ગણાઈ રહી છે.
Salman Khan Unveils:ટીઝરમાં સલમાનનો પાવરફુલ આર્મી લુક

1 મિનિટ 12 સેકન્ડના ટીઝરની શરૂઆત લદ્દાખના સુંદર પરંતુ કઠિન દૃશ્યો સાથે થાય છે. બેકગ્રાઉન્ડમાં સલમાનનો દમદાર વોઇસઓવર ગુંજે છે. આર્મી યુનિફોર્મમાં સલમાનનો લુક ગંભીર, ગૌરવસભર અને પ્રભાવશાળી લાગે છે.
ટીઝરમાં સલમાન કહે છે,
‘જવાનો, યાદ રહે… ઝખ્મ લાગે તો મેડલ સમજજો અને મોત દેખાય તો સલામ કરજો.’
આ ડાયલોગે ચાહકોના રોમાંચને શિખરે પહોંચાડ્યો છે.
લાકડીઓ સાથે ભારતીય જવાનો, સામેથી ચીની સૈનિકો
ટીઝરમાં એક દૃશ્યમાં સલમાન કપાળમાંથી લોહી વહેતું હોવા છતાં અડગ ઊભા જોવા મળે છે. હાથમાં લાકડી અને આંખોમાં આગ સાથે તેઓ આગળ વધે છે. પાછળ ભારતીય જવાનો પણ લાકડીઓ સાથે ઉભા છે, જ્યારે સામેથી ચીની સૈનિકો દોડતા આવે છે.
ટીઝરના અંતમાં સલમાનનો સંવાદ દિલ કંપાવી દે એવો છે—
‘મોતથી શું ડરવાનું, તે તો આવવાની જ છે.’
એક્શન, ઇમોશન અને દેશભક્તિનો તડકો
ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં માત્ર એક્શન નહીં પરંતુ દેશપ્રેમ, ભાવનાઓ અને સેનાના બલિદાનની કહાનીને અસરકારક રીતે રજૂ કરવામાં આવશે. સલમાન ખાનના ચાહકો માટે આ ફિલ્મ ખાસ બની રહે તેવી પૂરી શક્યતા છે.
ટીઝર રિલીઝ થયા બાદ ચાહકો સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ભારે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને હવે ફિલ્મના ટ્રેલર તથા રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.



