Christmas Protest in Ahmedabad: અમદાવાદના પેલેડિયમ મોલમાં ક્રિસમસ શણગારને લઈને વિવાદ, ભગવા સેનાએ તોડી પાડ્યો ક્રિસમસ ટ્રી

0
150
Protest
Protest

Christmas Protest in Ahmedabad: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં શનિવારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના શણગારને લઈને વિવાદ સર્જાયો હતો. મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી અને અન્ય ડેકોરેશન સામે ભગવા સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને દરમિયાન ક્રિસમસ ટ્રીને તોડી પાડ્યો હતો, જેના કારણે મોલમાં થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

content image 0f7af228 1d5e 4beb 812b 14f4dd7c705e

Christmas Protest in Ahmedabad: ક્રિસમસ ટ્રી હટાવવાની માંગ સાથે વિરોધ

પોલીસના જણાવ્યા અનુસાર, ભગવા સેનાના કાર્યકરોએ મોલની અંદર લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે જાહેર સ્થળે આ પ્રકારનો શણગાર તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે મોલ મેનેજમેન્ટ દ્વારા વિરોધ દરમિયાન જ ડેકોરેશન હટાવી લેવામાં આવ્યું હતું.

comp 11 1766829565

Christmas Protest in Ahmedabad: પોલીસે કેટલાક કાર્યકરોની કરી અટકાયત

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો પેલેડિયમ મોલ ખાતે પહોંચ્યો હતો. જાહેર શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાના આરોપસર પોલીસે ભગવા સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા કાર્યકરોને વધુ પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

comp 12 1 1766830177

Christmas Protest in Ahmedabad: સ્થિતિ કાબૂમાં, કોઈ અપ્રિય ઘટના નહીં

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પરિસ્થિતિને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી છે અને કોઈ અપ્રિય ઘટના બની નથી. મોલ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો અને મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેવાયો છે.”

પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં કાયદેસરની કાર્યવાહી કરવી કે નહીં તે અંગે આકલન કરવામાં આવી રહ્યું છે. હાલ પેલેડિયમ મોલ અને આસપાસના વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો.

Ahmedabad Traffic Alert:31 ડિસેમ્બરે CG રોડ અને SBR તમામ વાહનો માટે બંધ: પાર્કિંગ પર પ્રતિબંધ, જાણો વૈકલ્પિક રૂટ અને ટ્રાફિક નિયમો