Home Desh H1 B Visa:અમેરિકાની નવી પૉલિસીથી H-1B વિઝા રિન્યૂઅલ અટક્યું, ભારતે ઉઠાવ્યો મુદ્દો

H1 B Visa:અમેરિકાની નવી પૉલિસીથી H-1B વિઝા રિન્યૂઅલ અટક્યું, ભારતે ઉઠાવ્યો મુદ્દો

0
421
H1 B Visa
H1 B Visa

H1 B Visa : અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મહત્વના H-1B વિઝા મુદ્દે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અમેરિકી સરકાર દ્વારા વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ કરાતા H-1B વિઝાના રિન્યૂઅલમાં ભારે વિલંબ સર્જાયો છે. પરિણામે અનેક ભારતીયો સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વિઝા રિન્યૂઅલની અપોઈન્ટમેન્ટ છથી આઠ મહિના અને ક્યાંક તો એક વર્ષ સુધી લંબાઈ જતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

વિઝા રિન્યૂઅલ માટે ભારત આવેલા અનેક ભારતીયો હવે અમેરિકા પાછા કેવી રીતે ફરવું તે અંગે અસમંજસમાં છે. આ પરિસ્થિતિને લઈને આજે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે.

H1-B Visa

H1 B Visa : H-1B વિઝા મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે ચર્ચા

MEAએ જણાવ્યું છે કે ઘણા ભારતીય નાગરિકોએ વિઝા એપોઈન્ટમેન્ટના શિડ્યુલ અને રિ-શિડ્યુલ અંગે ફરિયાદો કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિઝા આપવાનો અધિકાર તે તે દેશનો હોય છે, છતાં ભારત સરકારે આ મુદ્દે અમેરિકન અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.

MEA મુજબ, વિઝા વિલંબના કારણે ભણતર, રોજગાર અને પારિવારિક જીવન પર ગંભીર અસર પડી રહી છે, જેના કારણે ભારતીય નાગરિકો હેરાનગતિ અનુભવી રહ્યા છે. ભારત સરકાર સતત અમેરિકન અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી ભારતીયોને થતી મુશ્કેલીઓ ઓછી કરી શકાય.

H1 B Visa : અમેરિકન સરકારના નોટિફિકેશનથી તમામ અપોઈન્ટમેન્ટ રદ

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને H-1B વિઝાની અપોઈન્ટમેન્ટ મુલતવી રાખવા આદેશ આપ્યો છે. આ નિર્ણયના કારણે અમેરિકાની IT કંપનીઓમાં કાર્યરત ભારતીયો સહિત હજારો વિદેશી કર્મચારીઓ પરેશાન બન્યા છે.

ઘણા H-1B વિઝાધારકોની વિઝાની અવધિ પૂર્ણ થઈ ગઈ છે અથવા ટૂંક સમયમાં પૂરી થવાની છે. આવા લોકો વિઝા રિન્યૂઅલ માટે પોતાના દેશોમાં આવ્યા હતા, પરંતુ અચાનક નવા નોટિફિકેશન બાદ તેમની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી છે. કેટલાકને હવે 2026ના એપ્રિલ-મે અથવા નવેમ્બર-ડિસેમ્બર સુધીની નવી તારીખો આપવામાં આવી છે.

H1-B Visa :બે મોટી સમસ્યાઓ ઊભી થઈ

આ નિર્ણયના કારણે બે મોટી મુશ્કેલીઓ સામે આવી છે.

  • જે લોકો વિઝા રિન્યૂઅલ માટે ભારત જેવા પોતાના દેશમાં આવ્યા હતા, તેઓ હવે ત્યાં જ ફસાઈ ગયા છે અને વિઝા પૂરી થવાને કારણે અમેરિકા જઈ શકતા નથી.
  • બીજી તરફ, જે લોકો અમેરિકા જવા માંગે છે, તેઓ વિઝા સ્થિતિને લઈને કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને દેશ બહાર પણ જઈ શકતા નથી.

ભારત સરકારે આ મુદ્દે અમેરિકા સમક્ષ રજૂઆત કર્યા બાદ હવે H-1B વિઝાધારકોને કોઈ રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :India Final Trade Offer:ટ્રેડ વાટાઘાટોમાં ભારતની અમેરિકાને ફાઈનલ ઓફર: ટેરિફ 50%થી ઘટાડીને 15% કરો, રશિયન ઓઈલ પરની પેનલ્ટી હટાવો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે