Gmail ID : જૂનો Gmail ID પસંદ નથી? તો કહો અલવિદા, ગૂગલના નવા ફીચરથી હવે બદલી શકશો તમારું ઇમેલ એડ્રેસ

0
164
Gmail ID

Gmail ID : જો તમે પણ યુવાનીમાં બનાવેલો કોઈ અજીબ કે શરમજનક Gmail ID આજ સુધી વાપરી રહ્યા છો, તો હવે તમારા માટે સારા સમાચાર છે. ગૂગલ જલ્દી જ એક એવું નવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાનું @gmail.com ઇમેલ એડ્રેસ બદલી શકશે. અત્યાર સુધી આ શક્ય નહોતું, પરંતુ હવે ગૂગલે આ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે.

ગૂગલના સપોર્ટ પેજ પર આ અપડેટ અંગે માહિતી સામે આવી છે. આ ફીચર ધીમે ધીમે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

Gmail ID

Gmail ID : હવે યુઝરનેમ બદલી શકશો, ડોમેન યથાવત રહેશે

નવા ફીચર હેઠળ યુઝર્સ @gmail.com ડોમેન યથાવત રાખીને માત્ર પોતાનું યુઝરનેમ બદલી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, ઇમેલ એડ્રેસનો પહેલો ભાગ બદલાઈ શકશે. મહત્વની વાત એ છે કે જૂના ઇમેલ એડ્રેસ પર આવતા મેલ્સ ચાલુ રહેશે અને લોગિન માટે પણ યુઝર પોતાના ઓરિજિનલ ઇમેલ IDનો ઉપયોગ કરી શકશે. એટલે એકાઉન્ટની એક્સેસ પર કોઈ અસર પડશે નહીં.

Gmail ID : Gmail ID બદલવા માટે ગૂગલના નિયમો

ગૂગલે આ ફીચર માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે.

  • યુઝર પોતાનું @gmail.com ઇમેલ એડ્રેસ માત્ર ત્રણ વખત બદલી શકશે, એટલે કુલ ચાર ઇમેલ એડ્રેસ રહેશે
  • એકવાર બદલાવ કર્યા બાદ આગામી 12 મહિના સુધી ફરી ઇમેલ બદલવાની મંજૂરી નહીં મળે
  • જૂનો ઇમેલ એડ્રેસ કેટલીક જગ્યાએ દેખાતો રહેશે, જેમ કે અગાઉ બનાવેલા Google Calendar ઇવેન્ટ્સમાં
  • જૂના ઇમેલ એડ્રેસનો ઉપયોગ ઇમેલ મોકલવા અને મેળવવા માટે પણ કરી શકાશે
Gmail ID

‘My Account’માંથી થશે સમગ્ર પ્રોસેસ

આ ફીચર સંપૂર્ણ રીતે રિલીઝ થયા બાદ યુઝર્સ તેને Google My Account સેકશનમાંથી એક્સેસ કરી શકશે. આ નવી સુવિધા દ્વારા યુઝર્સ પોતાનું ઇમેલ એડ્રેસ વધુ પર્સનલાઇઝ કરી શકશે, જેનાથી ગૂગલની સર્વિસનો અનુભવ વધુ સારું બનશે.

હાલમાં આ ફીચર તમામ યુઝર્સ માટે લાઇવ થયું નથી, પરંતુ ગૂગલ બહુ જલ્દી તેની સત્તાવાર જાહેરાત કરશે. Gmail યુઝર્સ માટે આ અપડેટ ચોક્કસ રીતે રાહતજનક સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :Vijay Hazare Trophy:માત્ર 56 બોલમાં સદી: ચંડીગઢ સામે રિંકુ સિંહનું ધમાકેદાર પ્રદર્શન