Historic Move by Trump:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક દવા બજારમાં ભૂકંપ સમાન અસર સર્જે તેવો મોટો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પે અમેરિકા ખાતે ઉપલબ્ધ દવાઓના ભાવમાં 300 ટકા થી 700 ટકા સુધીના ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી અમેરિકન નાગરિકોને મોટી રાહત મળશે, પરંતુ તેની અસર ભારત સહિત વિશ્વભરના દવા નિકાસક દેશો પર ભારે પડી શકે છે.
વોશિંગ્ટનમાં યોજાયેલી એક હાઇ-પ્રોફાઇલ બેઠક દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,
“દશકોથી અમેરિકન નાગરિકોને વિશ્વની સૌથી મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પડી છે. હવે એવું નહીં થાય. અમેરિકા હવે વધુ પડતી કિંમતો ચૂકવશે નહીં.”

Historic Move by Trump: ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ પ્રાઇસિંગ લાગુ પડશે
ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા હવે ‘મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) પ્રાઇસિંગ’ નીતિ અમલમાં મૂકશે. એટલે કે,
વિશ્વના કોઈપણ દેશમાં જે દવા સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ હશે, એ જ કિંમત હવે અમેરિકામાં પણ લાગુ થશે.
આ નિર્ણય દવા ઉત્પાદક બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
Historic Move by Trump:ભારત પર પડશે બેવડી અસર
ભારતને ‘વિશ્વની ફાર્મસી’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય કંપનીઓ અમેરિકા માટે મોટી માત્રામાં સસ્તી જેનેરિક દવાઓ નિકાસ કરે છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત પર બેવડી અસર થવાની શક્યતા છે.

- નફામાં ભારે ઘટાડો
ભારતની દવાઓ વિશ્વમાં સૌથી સસ્તી છે. જો અમેરિકા આ ભાવને બેચમાર્ક બનાવે છે, તો ભારતીય ફાર્મા કંપનીઓના નફાના માર્જિન પર સીધી અસર પડશે. - ટેરિફની ચેતવણી
ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભાવ ઘટાડવા માટે તેઓ ટેરિફનો ઉપયોગ કરશે.
ટ્રમ્પે કહ્યું, “ટેરિફ વિના આપણે આ લક્ષ્ય ક્યારેય હાંસલ કરી શક્યા ન હોત.”
દિગ્ગજ કંપનીઓ હાજર
આ મહત્વપૂર્ણ જાહેરાત દરમિયાન આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયર, વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિક અને જાણીતા ડૉક્ટર ડૉ. મેહમેટ ઓઝ હાજર રહ્યા હતા.
સાથે જ નોવાર્ટિસ, સનોફી અને GSK જેવી વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના CEOએ કરાર પર હસ્તાક્ષર કર્યા.
ભારતીય શેરબજારમાં ચિંતા
અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર છે. ભાવમાં થતા મોટા ફેરફારના કારણે ભારતીય કંપનીઓની આવક પર દબાણ વધશે.
આ સમાચાર બાદ રોકાણકારો સન ફાર્મા, ડો. રેડ્ડીઝ અને સિપ્લા જેવી મોટી કંપનીઓના શેર પર નજીકથી નજર રાખી રહ્યા છે.
Historic Move by Trump:અમેરિકામાં ઉત્પાદન ખસેડવાનો દબાણ
ટ્રમ્પ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનને અમેરિકા અંદર જ ખસેડવા માટે દબાણ વધારી રહ્યા છે. જો એવું થાય, તો ભારતીય દવા નિકાસમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે.
👉 કુલ મળીને, ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન જનતા માટે રાહતરૂપ છે, પરંતુ ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે આ સમય ચિંતાજનક બની રહ્યો છે.




