Bomb Threats in Ahmedabad Schools:અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકીથી અફરાતફરીવાલીઓને મેસેજ મળતા જ બાળકોને ઘરે લઈ જવા દોડધામ, તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત

0
148
Bomb Threats
Bomb Threats

Bomb Threats in Ahmedabad Schools:અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યાના અહેવાલો સામે આવતા બુધવારે શહેરમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળાઓ તરફથી વાલીઓને મેસેજ મળ્યા બાદ બાળકોને વહેલા ઘરે લઈ જવા માટે સ્કૂલ બહાર વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.

Bomb Threats in Ahmedabad Schools

Bomb Threats in Ahmedabad Schools:વાલીઓને મળ્યા મેસેજ અને ઑડિયો ક્લિપ

વાલીઓના જણાવ્યા અનુસાર, તેમને સ્કૂલ તરફથી મેસેજ અથવા ઑડિયો ક્લિપ મળી હતી, જેમાં સુરક્ષાના કારણોસર વિદ્યાર્થીઓને વહેલા છોડવાની જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે શાળાઓએ નિયમિત સમય કરતાં વહેલી રજા જાહેર કરી હતી. રાહતની વાત એ છે કે હાલ તમામ બાળકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

Bomb Threats in Ahmedabad Schools

Bomb Threats in Ahmedabad Schools:પોલીસની સતર્કતા, નાગરિકોને અપીલ

આ સંવેદનશીલ ઘટનાને પગલે અમદાવાદ શહેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ઝોન-1ના ડીસીપી હસમુખ પટેલે જણાવ્યું હતું કે, શહેરની સુરક્ષા જાળવવા નાગરિકોનો સહયોગ અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટ અપીલ કરી હતી કે, જો કોઈને બિનવારસી અથવા શંકાસ્પદ વસ્તુ દેખાય તો વિલંબ કર્યા વગર પોલીસ કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

પોલીસે ખાતરી આપી છે કે મળતી દરેક માહિતી પર ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Bomb Threats in Ahmedabad Schools:9:28 વાગ્યે ઈમેલ મળ્યો: પ્રિન્સિપાલ

Bomb Threats in Ahmedabad Schools

સ્કૂલના પ્રિન્સિપાલ દીપક ગૌતમ કુલકરના જણાવ્યા મુજબ, સવારે 9:28 વાગ્યે મળેલા એક ઈમેલમાં સાબરમતી સ્કૂલથી જેલ વિસ્તાર સુધી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો તાત્કાલિક સ્કૂલ પર પહોંચી હતી.

સમગ્ર કેમ્પસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાંથી બહાર કાઢી સ્કૂલના ગાર્ડન એરિયામાં સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.

પેનિક ન થવા વાલીઓને અપીલ

પ્રિન્સિપાલે વાલીઓને પેનિક ન થવા અપીલ કરી હતી અને વોટ્સએપ મારફતે સતત અપડેટ આપવામાં આવી હતી. તકેદારીના પગલે સ્કૂલ સમયપત્રકમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને એક કલાક વહેલા, એટલે કે 11:30 અને 12:30 વાગ્યે ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

DAV સ્કૂલમાં એડમિશન માટે આવેલા વાલીને પરત મોકલાયા

આ દરમિયાન અમદાવાદની DAV ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન માટે આવેલા વાલી શ્રી દત્તને સુરક્ષાના કારણોસર પરત મોકલવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સ્કૂલમાં ઇમરજન્સી પરિસ્થિતિ હોવાનું કહી તેમને આવતીકાલે ફરી સંપર્ક કરવા જણાવ્યું હતું. આ ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા.

Bomb Threats in Ahmedabad Schools

વાલીઓની ચિંતા

એક ચિંતિત વાલીએ જણાવ્યું હતું કે, “અમને અચાનક બોમ્બ થ્રેટ અંગેનો ઇમરજન્સી મેસેજ મળ્યો હતો. મેસેજ વાંચતા જ અમે ગભરાઈ ગયા અને બાળકોને લેવા દોડી આવ્યા.”
બીજા વાલી નલિનભાઈ દવેએ કહ્યું કે, ઑડિયો મેસેજ વાયરલ થતાં શાળાએ વિદ્યાર્થીઓને એક કલાક વહેલા છોડી દીધા હતા, જોકે તમામ બાળકો સુરક્ષિત હોવાનું આશ્વાસન મળ્યું છે.

પોલીસની તપાસ ચાલુ

હાલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાળાઓમાં સઘન તપાસ ચાલી રહી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ અફવા ન ફેલાવવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :PM Modi Addresses Ethiopian Parliament:ઇથોપિયન સંસદમાં PM મોદીનું ઐતિહાસિક ભાષણ“આ સિંહોની ભૂમિ છે, મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ” – વડાપ્રધાન મોદી