PM Modi Addresses Ethiopian Parliament:ઇથોપિયન સંસદમાં PM મોદીનું ઐતિહાસિક ભાષણ“આ સિંહોની ભૂમિ છે, મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ” – વડાપ્રધાન મોદી

0
105
PM Modi
PM Modi

PM Modi Addresses Ethiopian Parliament:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરી ભારત-ઇથોપિયા સંબંધોમાં નવો અધ્યાય ઉમેર્યો. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. પોતાના સંબોધનમાં મોદીએ ઇથોપિયાને “સિંહોની ભૂમિ” કહી અને કહ્યું કે તેમનું વતન ગુજરાત પણ સિંહોની ધરતી છે, તેથી અહીં તેમને ઘર જેવું લાગ્યું.

PM Modi Addresses Ethiopian Parliament

PM Modi Addresses Ethiopian Parliament:1.4 અબજ ભારતીયોની તરફથી શુભેચ્છા

વડાપ્રધાને 1.4 અબજ ભારતીયોની તરફથી ઇથોપિયાના લોકો, સંસદ અને તેમની લોકશાહી યાત્રા પ્રત્યે શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે જ્યારે લોકોની આશાઓ અને સરકારની વિચારસરણી એક જ દિશામાં આગળ વધે છે, ત્યારે દેશ વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકે છે.

મોદીના સંબોધનના અંતે ઇથોપિયન સંસદના સભ્યોએ ઊભા રહી તાળીઓ પાડી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું.

PM Modi Addresses Ethiopian Parliament

PM Modi Addresses Ethiopian Parliament:ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન, પ્રથમ ગ્લોબલ લીડર

ઇથોપિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિશાં ઓફ ઇથોપિયા’ આપી સન્માનિત કર્યા. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ગ્લોબલ લીડર બન્યા છે. આ પ્રસંગે મોદીએ કહ્યું કે આ સન્માન તેમના માટે ગૌરવની વાત છે અને તેઓ તેને ભારતના લોકો માટે સમર્પિત કરે છે.

PM Modi Addresses Ethiopian Parliament

દ્વિપક્ષીય બેઠકમાં સહકાર વધારવાનો સંકલ્પ

આ પહેલાં ઇથોપિયાના નેશનલ પેલેસમાં વડાપ્રધાન અબી અહેમદ અલી દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જેમાં ભારત-ઇથોપિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો. મોદીએ કહ્યું કે આ તેમનો પહેલો ઇથોપિયા પ્રવાસ છે, પરંતુ અહીં પહોંચતાં જ પોતાનાપણાનો અહેસાસ થયો.

કોવિડ સમયમાં ભારતની મદદ

વડાપ્રધાને કહ્યું કે COVID-19 મહામારી દરમિયાન ભારતે 150થી વધુ દેશોને દવાઓ અને વેક્સિન પૂરી પાડી હતી. ઇથોપિયાને 40 લાખથી વધુ વેક્સિન ડોઝ આપવાનું ભારત માટે ગર્વની બાબત હતી.

ડિજિટલ ઈન્ડિયામાં ભારત અગ્રેસર

PM Modi Addresses Ethiopian Parliament

મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિ વિશે વાત કરતાં કહ્યું કે ભારતમાં પોતાનું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાયું છે. આજે દેશમાં ડિજિટલ પેમેન્ટ, ઓળખ અને સરકારી સેવાઓ માટે ડિજિટલ પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ થાય છે. વિશ્વની અડધાથી વધુ ડિજિટલ ચુકવણી ભારતમાં થાય છે.

ઇથોપિયામાં ભારતીય રોકાણ

વડાપ્રધાને જણાવ્યું કે ભારતીય કંપનીઓ ઇથોપિયામાં સૌથી મોટા રોકાણકારોમાં સામેલ છે. વિવિધ ક્ષેત્રોમાં 5 બિલિયન ડોલર (લગભગ 45 હજાર કરોડ રૂપિયા)થી વધુનું રોકાણ થયું છે, જેના કારણે 75,000થી વધુ રોજગાર સર્જાયા છે. ભારત અને ઇથોપિયા દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો :Love Marriage Rules Gujarat: ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને નોટિસ મોકલવી ફરજિયાત બનશે