MGNREGA: મનરેગાનું નવું નામ ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’, કામના દિવસો વધીને 125 થવાની તૈયારી

0
117

MGNREGA: નવી દિલ્હી: કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ ગ્રામિણ રોજગાર યોજના મનરેગા (MGNREGA) હવે નવા નામથી ઓળખાશે. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટનું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ રાખવામાં આવશે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતા હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આ સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

MGNREGA

MGNREGA: કામના દિવસો વધીને 100 થી 125 કરવામાં આવ્યા

ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, માત્ર નામમાં ફેરફાર નહીં પરંતુ યોજનાના કામના દિવસોની સંખ્યા પણ વધારવાની તૈયારી છે. હાલ મનરેગા હેઠળ ગ્રામિણ પરિવારોને એક નાણાકીય વર્ષમાં 100 દિવસનું ગેરંટીવાળું કામ આપવામાં આવે છે, જેને હવે વધારીને 125 દિવસ કરવામાં આવશે. આ નિર્ણયથી ગ્રામિણ વિસ્તારોમાં રોજગારની સુરક્ષા વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

MGNREGA: ગ્રામીણ વિસ્તારોને મોટી રાહત મળી રહેશે

ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ દેશની સૌથી મોટી સામાજિક સુરક્ષા યોજનાઓમાંની એક છે. વર્ષ 2005માં અમલમાં આવેલી આ યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં રહેતા પરિવારોના પુખ્ત સભ્યોને, જો તેઓ બિનકૌશલ્ય મજૂરી કરવા તૈયાર હોય, તો સરકાર દ્વારા ગેરંટીવાળું કામ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામિણ ગરીબી ઘટાડવાનો અને રોજી-રોટીની સુરક્ષા પૂરી પાડવાનો છે.

MGNREGA

MGNREGA: જ્યારે સરકારના આ નિર્ણયને એક તરફ ગ્રામિણ રોજગાર માટે લાભદાયક ગણાવવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષે આ પગલાંની ટીકા કરી છે. શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મનરેગાનું નામ બદલવાના નિર્ણયને લઈને કહ્યું કે, “આ નિર્ણય હતાશામાં લેવાયો છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો એક વધુ પ્રયાસ છે.” તેમણે ઉમેર્યું કે, ઇતિહાસ અંગેની ચર્ચામાં જનતાને હવે સાચું અને ખોટું સ્પષ્ટ રીતે સમજાઈ ગયું છે.

વધુ દિવસોની રોજગાર ગેરંટી

વિપક્ષનું માનવું છે કે યોજનાના નામ બદલવા કરતાં તેના અમલ અને લાભાર્થીઓ સુધી યોગ્ય રીતે ફાયદા પહોંચે તે વધુ મહત્વનું છે. બીજી તરફ સરકાર તરફથી આ નિર્ણયને ગ્રામિણ રોજગારને નવી ઓળખ અને વધુ મજબૂતી આપવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

હવે જોવાનું રહેશે કે બિલ સંસદમાં પસાર થયા બાદ આ ફેરફારો ક્યારે અમલમાં આવે છે અને ગ્રામિણ વિસ્તારોમાં તેની કેટલી અસર જોવા મળે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Allahabad High Court:સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: અલ્લાહાબાદ હાઈકોર્ટ