Goa Fire Tragedy: ગોવાના અરપોરા ગામમાં 6 ડિસેમ્બરની મધરાતે બિર્ચ બાય રોમીયો લેન નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોના મોત નિપજ્યા પછી મુખ્ય આરોપી ગણાતા ગૌરવ અને સૌરભ લુથરા આખરે થાઈલેન્ડમાં ઝડપાઈ ગયા છે. ગુરુવારે થાઈ સત્તાવાળાઓએ તેમની ધરપકડ કરી હતી. ગોવાના CM પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, બંનેને શક્ય એટલી વહેલી તકે ભારત પરત લાવવામાં આવશે.

Goa Fire Tragedy: ગોવા અગ્નિકાંડ બાદ ભાગેલા સૌરભ-ગૌરવ લુથરા થાઈલેન્ડમાં પકડાયા


આગની ઘટનાના બાદ લુથરા ભાઈઓ દેશ છોડી ભાગી ગયા હતા. આ વચ્ચે દિલ્હીની રોહિણી કોર્ટે તેમની ચાર સપ્તાહની ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી. કોર્ટમાં ગોવા સરકારના વકીલે જણાવ્યું કે આરોપીઓ ઘટના બાદ કાયદાકીય પ્રક્રિયા ટાળવા ભાગી છૂટ્યા હતા, તેથી તેમને રાહત આપવી યોગ્ય નથી.
ઉત્તર ગોવા પોલીસે નાઈટક્લબના રોકાણકાર અને સાયલન્ટ પાર્ટનર અજય ગુપ્તાને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલ્યા છે.
આગ બાદ ગોવા સરકારે ગેરકાયદે નાઈટક્લબ્સ સામે કડક અભિયાન ચાલુ રાખ્યું છે. વાગાટોરમાં કૃષિ જમીન પર ગેરકાયદે બાંધકામ ધરાવતા *”ગોવા દ નાઈટ ક્લબ”*ને સીલ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે નાઈટક્લબ્સ અને પ્રવાસન સંસ્થાઓમાં ફટાકડા, સ્પાર્કલર્સ, આતશબાજી, ધુમાડા પેદા કરતી અને આગ ફેંકતી ડિવાઈસીસ તથા આવી તમામ ઈફેક્ટ ઈક્વિપમેન્ટના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




