Gandhinagar news : ગાંધીનગરની 31 કન્સ્ટ્રક્શન સાઇટની ડેવલપમેન્ટ પરમિશન રદ કરવાની તૈયારી, માલિકોને છેલ્લી નોટિસ પાઠવી

0
127
Gandhinagar
Gandhinagar

Gandhinagar news :ગાંધીનગર શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને સતત ઊંચા AQIને નિયંત્રણમાં લેવા મહાનગરપાલિકાએ બાંધકામ સાઇટ્સ ઉપર કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરનાર 31 કન્સ્ટ્રક્શન સાઇટના માલિકોને દંડની રકમ ભરપાઈ ન કરતાં હવે તેમની ડેવલપમેન્ટ પરમિશન રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Gandhinagar news

Gandhinagar news :52 સાઇટ પર નિયમોના ભંગનો પર્દાફાશ

મહાનગરપાલિકાની તપાસમાં શહેરની 52 બાંધકામ સાઇટ્સ પર ગ્રીન નેટ/સેફ્ટી નેટ જેવા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન થતું હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ બાદ ટાઉન પ્લાનિંગ શાખાએ દરેક સાઇટ દીઠ ₹25,000 નો દંડ ફટકાર્યો હતો.

Gandhinagar news :21 સાઇટે દંડ ભર્યો, પરંતુ 31 હજી બાકી

આ કાર્યવાહી બાદ કુલ 21 સાઇટના માલિકોએ દંડની રકમ જમા કરાવી દીધી છે, જ્યારે બાકીની 31 સાઇટે હજુ સુધી દંડ ભર્યો નથી. જેના કારણે પાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે.

31 સાઇટ માલિકોને અંતિમ નોટિસ — એક દિવસની મુદત

ટાઉન પ્લાનિંગ શાખાએ આ 31 બાકીદાર સાઇટ માલિકોને અંતિમ નોટિસ પાઠવી છે.
તેમને એક દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જો નિર્દેશિત સમયગાળામાં ચુકવણી નહીં થાય તો —

  • ડેવલપમેન્ટ પરમિશન સ્થગિત કરશે
  • અને પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી શરૂ કરશે

એવી ચેતવણી પણ સાથે આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

SIR Process Timeline Updated:ગુજરાત–યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવી