SIR Process Timeline Updated:ચુંટણી પંચે (EC) ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIR (Special Summary Revision) પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓની ભલામણ બાદ ચૂંટણી પંચે આ રાજ્યો માટે સુધારેલું શેડ્યૂલ જાહેર કર્યું છે.

SIR Process Timeline Updated: ગુજરાતમાં SIR ફોર્મ ભરવાની મુદત લંબાઈ
ગુજરાતમાં અગાઉ SIR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર હતી, જે હવે વધારીને 14 ડિસેમ્બર કરવામાં આવી છે.
તેમજ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર કરવાની તારીખ 16 ડિસેમ્બર થી બદલીને હવે 19 ડિસેમ્બર રાખવામાં આવી છે.
ચૂંટણી પંચ અનુસાર, રાજ્યવાર જરૂરિયાત અને પ્રક્રિયાને ધ્યાને લઈ જુદા જુદા રાજ્યોમાં અલગ–અલગ તારીખો નક્કી કરવામાં આવી છે.

SIR Process Timeline Updated:ક્યા રાજ્યોમાં મુદત લંબાઈ?
ચૂંટણી પંચે આ રાજ્યો માટે સમયમર્યાદા વધારી છે:
- ગુજરાત
- તમિલનાડુ
- મધ્ય પ્રદેશ
- છત્તીસગઢ
- ઉત્તર પ્રદેશ
- આંદામાન અને નિકોબાર ટાપુઓ
આ રાજ્યોમાં SIR ફોર્મની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર હતી, અને ડ્રાફ્ટ યાદી 16 ડિસેમ્બરે જાહેર થવાની હતી — જેમાં હવે ફેરફાર થયા છે.
SIR Process Timeline Updated:ક્યા રાજ્યોમાં આજે છે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ?
નીચેના રાજ્યોની તારીખોમાં કોઈ ફેરફાર થયો નથી અને આજે જ SIR ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે:
- ગોવા
- પોંડિચેરી
- લક્ષદ્વીપ
- રાજસ્થાન
- પશ્ચિમ બંગાળ
આ રાજ્યોમાં 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે.
કેરળ માટે તારીખ અપરિવર્તિત
કેરળમાં અગાઉ નક્કી કરેલ તારીખ મુજબ —
- SIR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 18 ડિસેમ્બર
- ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર કરવાની તારીખ: 23 ડિસેમ્બર
આ બંને તારીખોમાં કોઈ ફેરફાર કરાયો નથી.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




