Gujarat Police Recruitment:13,591 જગ્યાની મેગા ભરતી: ગુજરાત પોલીસની શારીરિક કસોટી જાન્યુઆરીમાં યોજાશે

0
116
Gujarat Police
Gujarat Police

2026માં શારીરિક કસોટી

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસમાં PSI અને LRD કેડરની ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ વર્ગ-3 સંવર્ગ હેઠળ કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી શારીરિક કસોટીની સંભવિત તારીખની જાહેરાત કરી છે.

Gujarat Police Recruitment

Gujarat Police Recruitment: જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની શક્યતા

જાહેરાત ક્રમાંક GPRB/202526/1 મુજબ PSI અને લોકરક્ષક (LRD) કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે. ઉમેદવારોને અગાઉથી તૈયારી વધુ મજબૂત રાખવા બોર્ડે સૂચના આપી છે.

Gujarat Police Recruitment

Gujarat Police Recruitment :કુલ જગ્યાઓની વિગત

🔹 PSI કેડર – કુલ 858 જગ્યાઓ

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 659
  • હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 129
  • જેલર ગ્રુપ–2 – 70

🔹 લોકરક્ષક (LRD) કેડર – કુલ 12,733 જગ્યાઓ

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 6,942
  • હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ – 2,458
  • હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) – 3,002
  • જેલ સિપાહી (પુરુષ) – 300
  • જેલ સિપાહી (મહিলা/મેટ્રન) – 31

અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે Gujarat OJAS ની સત્તાવાર વેબસાઇટ
    👉 ojas.gujarat.gov.in
    પર મુલાકાત લેવી.
  • ઓનલાઈન અરજીની શરૂઆત: 3 ડિસેમ્બર 2025, બપોરે 2 વાગ્યે
  • છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર 2025, રાત્રે 11:59 સુધી

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Mahesana news : મહેસાણા જિલ્લાના શરમજનક હકીકત: 9 મહિનામાં 341 સગીર કિશોરીઓ ગર્ભવતી