Digital Census 2027:ભારતની ઐતિહાસિક શરૂઆત: 2027ની ગણતરી ડિજિટલી થશે

0
231
Digital Census
Digital Census

Digital Census 2027: ભારત સરકારએ મોટો નિર્ણય લઇ વર્ષ 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી (Census 2027) પૂરી રીતે ડિજિટલ માધ્યમથી કરવાની જાહેરાત કરી છે. લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે ડેટા મોબાઇલ એપ અને વેબ પોર્ટલ દ્વારા એકત્રિત કરવામાં આવશે.

Digital Census 2027

Digital Census 2027: મોબાઇલ એપ અને ડિજિટલ પોર્ટલ દ્વારા ગણતરી

મંત્રીએ જણાવ્યું કે વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે, જેના દ્વારા

  • દેશભરની સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ
  • ફિલ્ડ અધિકારીઓનું મેનેજમેન્ટ
  • ડેટા કલેક્શનનું રિયલટાઈમ ટ્રેકિંગ

સંભવ બનશે. નાગરિકો પોતાની માહિતી ઓનલાઈન પણ ભરી શકશે.

Digital Census 2027

Digital Census 2027: કઈ માહિતી લેવામાં આવશે?

2027ની ગણતરીમાં નીચેની વિગતો ડિજિટલ રીતે નોંધાશે—

  • ગણતરીના સમયગાળા દરમ્યાન વ્યક્તિ જ્યાં હાજર હોય તે સ્થળની નોંધ
  • જન્મસ્થળ
  • છેલ્લું નિવાસસ્થાન
  • વર્તમાન સરનામે રહેવાનો સમય
  • સ્થળાંતરનું કારણ
  • પ્રવાસન સંબંધિત અન્ય માહિતી

આ સિસ્ટમ સ્થળાંતરના વલણોને સમજવામાં વધુ મદદરૂપ થશે.

Digital Census 2027: પારદર્શિતા માટે પ્રશ્નાવલી જાહેર થશે

વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં પ્રશ્નાવલીને સત્તાવાર રાજપત્રમાં જાહેર કરવામાં આવશે જેથી—

  • દરેક રાજ્ય અને એજન્સી સમયસર તૈયારી કરી શકે
  • સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે

ડિજિટલ ગણતરીના લાભો

Digital Census 2027

સરકારના મતે ડિજિટલ પ્રક્રિયાના કારણે—

  • ડેટા પ્રોસેસિંગ ઝડપથી થશે
  • ભૂલની શક્યતા ઓછી રહેશે
  • રિપોર્ટ વધુ ચોક્કસ મળશે
  • સમયસર વિશ્લેષણ શક્ય બનશે

નિષ્ણાતોનું માનવું છે કે ડિજિટલ ગણતરી નીતિ નિર્માણ, શહેરી વિકાસ, સ્થળાંતર અભ્યાસ અને સામાજિક-આર્થિક આયોજનમાં ક્રાંતિ લાવશે.

છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી?

ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. 2021ની ગણતરી Covid-19ને કારણે મુલતવી રાખવામાં આવી. હવે 16 વર્ષ પછી, 2027ની ગણતરી દેશને સંપૂર્ણ નવા ડિજિટલ ડેટા સાથે વસ્તીનું નવું ચિત્ર રજૂ કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Sonia Gandhi Voter List Case :સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: મતદાર યાદી મામલે કોર્ટએ જારી કરી નોટિસ