Starlink Launches in India:ભારતમાં હવે ડાયરેક્ટ સેટેલાઇટ ઇન્ટરનેટનું નવું યુગ શરૂ થવા જઈ રહ્યું છે. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે અંતે દેશમાં તેની બહુ પ્રતીક્ષિત સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની કિંમત જાહેર કરી છે.

Starlink Launches in India:માત્ર ₹8,600 માસિકમાં 220+ Mbps સ્પીડ
સ્ટારલિંકના રેસિડેન્શિયલ પ્લાનની કિંમત ₹8,600 પ્રતિ મહિનો નક્કી કરવામાં આવી છે.
તે ઉપરાંત, યુઝર્સને સર્વિસ શરૂ કરવા માટે ₹34,000ની સેટેલાઇટ ડિશ કિટ ખરીદવી પડશે.
30 દિવસ ટ્રાયલ – સંતુષ્ટ ન હો તો ફૂલ રિફંડ
કંપનીએ ખાતરી આપી છે કે યુઝર્સને પહેલા 30 દિવસ માટે રિસ્ક-ફ્રી ટ્રાયલ મળશે.
પણ જો સેવા ગમશે નહીં તો પૈસા સંપૂર્ણ પાછા મળી જશે.
ભારતમાં સર્વિસ જાન્યુઆરી 2026થી શરૂ થઈ શકે છે.
Starlink Launches in India:સ્ટારલિંક સ્પીડ અને પરફોર્મન્સ

✔ ડાઉનલોડ સ્પીડ: 40–220+ Mbps
✔ અપલોડ સ્પીડ: 8–25+ Mbps
✔ લેટન્સી: 20–60 ms
✔ 99.9% અપટાઇમ – વરસાદ-પવનમાં પણ ઇન્ટરનેટ ચાલુ
✔ ગ્રામિણ અને દૂરના વિસ્તારો માટે જિંદગી બદલનારી ટેકનોલોજી સાબિત થશે
Starlink Launches in India:જિયો અને એરટેલની તુલનામાં સ્ટારલિંક મોંઘું કેમ?
નોંધ: જિયો અને એરટેલ સેટેલાઇટ ઇન્ટરનેટ નથી આપતા, તેઓ ફાઇબર-ઓપ્ટિક નેટવર્ક આપે છે.
| સર્વિસ | માસિક પ્લાન | સ્પીડ |
| સ્ટારલિંક | ₹8,600 + ₹34,000 (હાર્ડવેર) | 220+ Mbps |
| Jio Fiber | ₹699 | 100 Mbps |
| Airtel Xstream | ₹799 | 100 Mbps |
| Jio Fiber | ₹999 | 150 Mbps |
| Airtel Xstream | ₹1499 | 300 Mbps |
| Jio Fiber | ₹3999 | 1 Gbps |
સ્ટારલિંકની ખાસિયત એ છે કે તે કોઈપણ ગામ, પહાડ, રણ અથવા દરિયાકાંઠે પણ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ આપે છે – જ્યાં ફાઇબર કેબલ પહોંચતી નથી.
સેટેલાઇટથી ઇન્ટરનેટ તમારા સુધી કેવી રીતે આવે?
સ્ટારલિંકના હજારો લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ પૃથ્વીના ઉપર ચક્કર લગાવે છે અને સીધા યુઝર્સને બીમ ટેકનોલોજી દ્વારા ઇન્ટરનેટ મોકલે છે.
✓ આથી કોઈ ટાવરની જરૂર નથી
✓ લો લેટન્સી મળે છે
✓ દૂરસ્થ વિસ્તારોમાં પણ બફરીંગ વગર સ્ટ્રીમિંગ શક્ય
સ્ટારલિંક કિટમાં શું મળશે?

- સ્ટારલિંક સેટેલાઇટ ડિશ (એન્ટિના)
- Wi-Fi રાઉટર
- પાવર કેબલ્સ
- માઉન્ટિંગ ટ્રાઇપોડ
- સ્ટારલિંક એપ (iOS/Android) – સેટઅપ અને મોનિટરિંગ માટે
ડિશને માત્ર ખુલ્લા આકાશ નીચે રાખવી પડે છે જેથી તે સેટેલાઇટ સાથે સીધો સંપર્ક રાખી શકે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




