Vande Mataram Debate:સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ખાસ ચર્ચા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પ્રસંગે સંસદને સંબોધિત કરતાં કોંગ્રેસ અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર તીવ્ર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે “વંદે માતરમ્ એ મંત્ર છે, જયઘોષ છે, જેણે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને પ્રેરણા, ઊર્જા અને સંકલ્પ આપ્યો. આજે તેના 150 વર્ષના અવસરે આપણે સૌ ઇતિહાસના સાક્ષી બની રહ્યા છીએ.”

Vande Mataram Debate:ઇમરજન્સીના દિવસોની યાદ અપાવી
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે વંદે માતરમ્ના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીની સાંકળોથી બંધાયેલો હતો.
તેમના શબ્દોમાં—
“તે સમયમાં બંધારણનું ગળું દબાવી દેવાયું. દેશ માટે પ્રાણ અર્પણ કરવા તૈયાર રહેલા દેશભક્તોને જેલમાં ઠેલાયા.”
Vande Mataram Debate:વંદે માતરમ્ — સ્વાતંત્ર્યનો સ્વર

પીએમ મોદીએ 1857 પછીના પરિસ્થિતિ વિશે યાદ અપાવ્યું.
તેમણે જણાવ્યું કે અંગ્રેજો ગોડ સેવ ધ ક્વીનને જબરદસ્તી લોકો સુધી પહોંચાડવા માટે ષડયંત્ર કરી રહ્યા હતા, પરંતુ વંદે માતરમ્ સ્વાતંત્ર્ય આંદોલનનો શક્તિગીત બની ગયું.
“અંગ્રેજોએ વંદે માતરમ્ બોલવા પર સજા ઠરાવતો કાયદો બનાવ્યો હતો. બારિસાલની વીરાંગના સરોજની બોસે ત્યારે કહ્યું હતું કે પ્રતિબંધ ન હટે તો હું મારી બંગડીઓ ઉતારી નાખીશ — જે ત્યારે મહિલાઓ માટે અત્યંત મોટી વાત હતી.”
Vande Mataram Debate:બાળકો પણ બન્યા લડવૈયા
મોદીએ જણાવ્યું કે નાનકડા બાળકો પણ ‘વંદે માતરમ્’ ગાતાં પ્રભાત ફેરી કાઢતા અને અંગ્રેજોને હેરાન કરતા.
તેમણે કહ્યું—
“બાળકોને પણ જેલમાં નાખવામાં આવતાં અને ચાબુક મારવામાં આવતો. દુનિયામાં કોઈ કાવ્ય એવું નથી, જે સદીઓ સુધી દેશને એક લક્ષ્ય માટે પ્રેરિત કરતું આવ્યું હોય.”
Vande Mataram Debate:નેહેરુ પર સીધો હુમલો

પીએમ મોદીએ નેહરુ અને કોંગ્રેસને નિશાન બનાવી કહ્યું:
“1937માં ઝીણાએ વંદે માતરમનો વિરોધ કર્યો. ત્યારે નેહરુને પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું. મુસ્લિમ લીગને જડબાતોડ જવાબ આપવા બદલે નેહરુએ વંદે માતરમ્ વિરુદ્ધ જ તપાસ શરૂ કરી.”
મોદીએ વધુમાં જણાવ્યું કે નેહરુએ કહ્યું હતું—
“મેં આ ગીતનું બેકગ્રાઉન્ડ વાંચ્યું છે. મુસ્લિમો ભડકશે એવી મને ભીતિ છે.”
પીએમ મોદીના જણાવ્યા મુજબ, કોંગ્રેસે ત્યારબાદ 26 ઑક્ટોબરની બેઠકમાં ગીતની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો — અને આ રીતે ‘વંદે માતરમ્’ સાથે અન્યાય થયો.
વધુ સમાચાર માટે અહી ક્લિક કરો




