Ayushman Bharat Upgrade:સરકારનો મોટો નિર્ણય 70+ સિનિયર સિટીઝન હવે આયુષ્માન ભારત યોજનામાં સામેલ

0
102
Ayushman Bharat
Ayushman Bharat

Ayushman Bharat Upgrade:દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આરોગ્ય ક્ષેત્રમાં આશીર્વાદ બની રહેલી આયુષ્માન ભારત – PMJAY યોજનામાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટિઝન્સનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે કે, હવે વૃદ્ધ નાગરિકોને પણ વર્ષમાં ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે.

Ayushman Bharat Upgrade

Ayushman Bharat Upgrade: કુલ 5 લાખ સુધીની સારવાર — વર્ષમાં ગમે તેટલીવાર ઉપયોગ કરી શકાય

આયુષ્માન ભારતમાં પરિવાર દીઠ દર વર્ષે 5 લાખ સુધીની મફત સારવાર મળે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે:

  • કાર્ડનો વર્ષમાં ગમે તેટલી વખત ઉપયોગ કરી શકાય છે.
  • પરંતુ કુલ ખર્ચ ₹5 લાખની મર્યાદામાં જ હોવો જોઈએ.
  • મર્યાદા પૂરી થાય તો તે વર્ષ માટે ફ્રી ટ્રીટમેન્ટ બંધ,
    પરંતુ આગલા વર્ષે લિમિટ ફરીથી રિન્યૂ થાય છે.

Ayushman Bharat Upgrade: સરકારી + ખાનગી હોસ્પિટલ બંનેમાં મળશે ફાયદો

આ યોજનાનો લાભ:

✔ સરકારી હોસ્પિટલોમાં
✔ તેમજ PMJAY પેનલમાં જોડાયેલી ખાનગી હોસ્પિટલો માં પણ મળી શકે છે.

Ayushman Bharat Upgrade: 70+ સિનિયર સિટિઝન્સને કેમ સામેલ કરવામાં આવ્યા?

સરકારનું માનવું છે કે:

  • વૃદ્ધ નાગરિકોને સારવારની જરૂરિયાત સૌથી વધુ હોય છે
  • મોંઘા સારવાર ખર્ચને કારણે લાખો પરિવારો આર્થિક મુશ્કેલીમાં પડતા હોય છે
  • આ નિર્ણયથી કરોડો પરિવારોને સીધી રાહત મળશે

તમે પાત્ર છો કે નહીં? સરળ ચેકિંગ પ્રોસેસ

Ayushman Bharat Upgrade

ઘરે બેઠા જ પાત્રતા ચકાસી શકો:

  1. PMJAYની ઓફિશિયલ વેબસાઇટ ખોલો
  2. Am I Eligible?” વિકલ્પ ક્લિક કરો
  3. રાજ્ય અને કેટેગરી પસંદ કરો
  4. નામ, રેશન કાર્ડ નંબર અથવા પરિવાર આઈડી દાખલ કરો
  5. જો લિસ્ટમાં તમારું નામ દેખાય — તમે પાત્ર છો

 જેઓ ઓનલાઈન ચેક ન કરી શકે

  • નજીકના CSC સેન્ટર પર જઈને પણ તમારી પાત્રતા ચકાસી શકો છો.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Indigo Crisis News:મુસાફરોને રાહત! ઇન્ડિગોના સંકટ વચ્ચે સરકારે રોક્યા ‘આકાશ છૂતા ભાડા, લાગુ કરાયો ફેર કેપ