Dollar vs Rupee:ભારતીય અર્થવ્યવસ્થાને લઈને એક વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય રૂપિયામાં આજે શરૂઆતથી જ ભારે નબળાઈ જોવા મળી છે અને ડૉલર સામે તે ફરી એકવાર રેકોર્ડ નીચલા સ્તરે સરક્યો છે. ગઈકાલે રૂપિયા ₹90.19 પ્રતિ ડૉલર બંધ થયો હતો, જ્યારે આજે ટ્રેડિંગની શરૂઆત તે સીધો ₹90.41 પ્રતિ ડૉલર પર થઈ. માત્ર શરૂઆતી કારોબારમાં જ રૂપિયો 22 પૈસા તૂટવાથી બજારોમાં નરમાઈ છવાઈ ગઈ છે.

Dollar vs Rupee: નિષ્ણાતોના જણાવ્યા મુજબ
રૂપિયા પર આ દબાણના અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. સૌથી મોટું કારણ મજબૂત ડૉલર ઇન્ડેક્સ છે, જે છેલ્લા કેટલાક દિવસોથી સતત ઊંચાઈ તરફ વધી રહ્યો છે. સાથે જ વિદેશી રોકાણકારો (FPI) દ્વારા ભારતીય ઇક્વિટી અને ડેટ માર્કેટમાંથી સતત મૂડી બહાર ખેંચવામાં આવી રહી છે. ઉંચી ક્રૂડ ઓઇલની કિંમતો ભારતનું આયાત બિલ વધારીને ચલણ પર વધારાનો ભાર મૂકી રહી છે. ઉપરાંત, વૈશ્વિક રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને અમેરિકન અર્થવ્યવસ્થાના મજબૂત ડેટા પણ ડૉલરને વધુ સશક્ત બનાવે છે, જેના પ્રભાવ રૂપિયામાં સીધો દેખાઈ રહ્યો છે.

ભવિષ્યની વાત કરીએ તો, નિષ્ણાતોનું માનવું છે કે હાલની સ્થિતિમાં રૂપિયો વધુ નબળો થઈ શકે છે અને આગામી દિવસોમાં તે ₹91 પ્રતિ ડૉલરનું સ્તર પણ પાર કરી શકે છે. સતત FPI આઉટફ્લો અને કાચા તેલના ભાવે વધારો ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.
આ ઘટાડાનો સામાન્ય લોકો પર સીધો અસરકારક પ્રભાવ જોવા મળશે. આયાતી ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, સોનું, દવાઓ જેવી વસ્તુઓ મોંઘી થશે. વિદેશ પ્રવાસ અને વિદેશમાં અભ્યાસ પણ વધુ ખર્ચાળ બનશે. જોકે નિકાસકારો માટે આ એક સકારાત્મક સ્થિતિ છે કારણ કે તેમને ડૉલર સામે વધુ રૂપિયા મળે છે.

Dollar vs Rupee :રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)મતે
મોટાભાગે રૂપિયામાં અચાનક આવેલા ઊછાળા-પતનને નિયંત્રિત કરવા હસ્તક્ષેપ કરે છે. બજારમાં સર્જાયેલા ભારે દબાણને ધ્યાનમાં લઈને RBI નજીકના સમયમાં સ્પોટ અને ફોરવર્ડ માર્કેટમાં દખલગીરી કરી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




