India Announces T20 Squad:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સાઉથ આફ્રિકા સામેની 5 T20 મેચોની સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ સીરિઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. લાંબા વિરામ બાદ હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ બંનેની ભારતીય T20 ટીમમાં વાપસી થઈ છે. સાથે જ જસપ્રીત બુમરાહને વન-ડેમાંથી આરામ આપીને T20 સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો છે.
બુધવારે જ રાયપુરમાં BCCIએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી પણ લોન્ચ કરી હતી. ટીમના નવા લુકને લઈને ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

India Announces T20 Squad: ભારતની T20 ટીમ જાહેર — સૂર્યકુમારના હાથમાં કમાન
T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે. જ્યારે શુભમન ગિલ વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવશે. કોલકાતા ટેસ્ટ દરમિયાન થયેલી ઈજાને લીધે ગિલ લગભગ બે અઠવાડિયા બાદ ક્રિકેટ મેદાનમાં પરત ફરશે, પરંતુ મેચ રમી શકશે કે નહીં — તે ફિટનેસ ટેસ્ટ બાદ નક્કી થશે.
હાર્દિક પંડ્યા પણ 73 દિવસ પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેને એશિયા કપમાં પાકિસ્તાન સામે ઈજા થઈ હતી.

T20 સિરીઝ માટે ભારતની સ્ક્વોડ
- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- જિતેશ શર્મા (વિકેટકીપર)
- સંજુ સેમસન (કીપર)
- જસપ્રીત બુમરાહ
- વરુણ ચક્રવર્તી
- અર્શદીપ સિંહ
- કુલદીપ યાદવ
- હર્ષિત રાણા
- વોશિંગ્ટન સુંદર
India Announces T20 Squad: 9 ડિસેમ્બરથી શરૂ થશે T20 સીરિઝ
રાયપુરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં વન-ડે સીરિઝ ચાલી રહી છે જેમાં આજે બીજી વન ડે રમાઈ રહી છે જ્યારે ત્રીજી અને અંતિમ વન ડે 6 ડિસેમ્બરના રોજ રમાશે, તે બાદ 9 ડિસેમ્બરથી પાંચ T20 મેચોની સીરિઝ શરૂ થશે, જે બંને ટીમ માટે વર્લ્ડ કપ પહેલા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સાઉથ આફ્રિકાની T20 ટીમ
- એડન માર્કરમ (કેપ્ટન)
- ઓટનીલ બાર્ટમેન
- કોર્બિન બોશ
- ડેવાલ્ડ બ્રેવિસ
- ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર)
- ટોની ડી જ્યોર્જી
- ડોનોવન ફરેરા
- રીઝા હેન્ડ્રિક્સ
- માર્કો યાન્સેન
- જ્યોર્જ લિન્ડે
- કેશવ મહારાજ
- ક્વેના મફાકા
- ડેવિડ મિલર
- લુંગી એન્ગિડી
- એનરિક નોર્કિયા
- ટ્રિસ્ટન સ્ટબ્સ
India Announces T20 Squad: રાયપુરમાં વર્લ્ડ કપની જર્સી પણ લૉન્ચ થઇ

BCCIએ 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી પણ લૉન્ચ કરી. રાયપુરમાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાની હાજરીમાં જર્સી લૉન્ચ થઈ. આ દરમિયાન T20 ટીમના તિલક વર્મા અને ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા પણ હાજર રહ્યા.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ T20 સીરિઝ વર્લ્ડ કપની તૈયારીઓ માટે અત્યંત મહત્વની સાબિત થશે. બંને ટીમો પોતાના શ્રેષ્ઠ સંયોજનને અજમાવશે અને નવા ખેલાડીઓને મોકા આપશે. જોઈએ, આ સીરિઝમાં કોણ આપે છે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન!
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




