Aadhaar App:ભારત સરકારની UIDAI સંસ્થાએ આધારમાં બદલાવ કરવાની પ્રક્રિયાને હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. નવી Aadhaar App દ્વારા હવે લોકો ઘરે બેઠા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલવા સાથેસાથે નામ, એડ્રેસ અને ઇમેઇલ આઈડી પણ ટૂંક સમયમાં બદલી શકશે. સૌથી મહત્વની બાબત એ છે કે— આ માટે કોઈપણ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે, માત્ર OTP અને ફેસ ઓથેન્ટિકેશનથી અપડેટ થઈ જશે.
આ સુવિધા ખાસ કરીને દૂરના વિસ્તારો, સિનિયર સિટીઝન અને સ્થળાંતર કરનારા લોકો માટે ખૂબ મદદરૂપ બનશે.

Aadhaar App: નવી આધાર એપ કેવી રીતે કામ કરશે?
UIDAI મુજબ અપડેટ પ્રક્રિયા હવે ખુબ સરળ છે—
કોઈ સેન્ટર પર જવાનું નહીં, કોઈ કાગળોની જરૂર નહીં.
એપ સેટઅપ કરવાની પ્રક્રિયા:
• આધિકૃત Aadhaar App ડાઉનલોડ કરો
• આધાર નંબર દાખલ કરીને લોગિન કરો
• રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP આવશે
• વેરિફાય કરીને 6-અંકનો PIN સેટ કરો

Aadhaar App: મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરશો?
- 6-અંકનો PIN દાખલ કરીને લોગિન કરો
- ‘My Aadhaar Update’ વિકલ્પ પસંદ કરો
- ‘Mobile Number Update’ પર ક્લિક કરો
- હાલનો મોબાઇલ નંબર દાખલ કરીને OTP વેરિફાય કરો
- નવો નંબર દાખલ કરીને OTP વેરિફાય કરો
- ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો
- ₹75 નો ઓનલાઈન પેમેન્ટ કરો
- પ્રોસેસ પૂર્ણ — નંબર અપડેટ!
મોબાઇલ નંબર અપડેટ શા માટે જરૂરી?
આધાર દ્વારા અનેક મહત્વની સેવાઓ જોડાયેલ છે—
• બેંક એકાઉન્ટ અને KYC
• સરકારે આપતી સબસિડી
• ઇનકમ ટેક્સ વેરિફિકેશન
• ડિજિટલ સેવાઓ (ડિજિલોકર, eKYC)
એ તમામ OTPથી વેરિફાય થાય છે.
જૂનો નંબર બંધ થઈ જાય તો ઘણી સેવાઓ અટકી જાય છે.
અત્યાર સુધી આ બદલવા માટે એનરોલમેન્ટ સેન્ટર જવું પડતું, હવે પ્રક્રિયા સંપૂર્ણ ઑનલાઈન.

Aadhaar Appના ફીચર્સ
• ફોનમાં તમારી ઈ-આધાર ID — પેપરની જરૂર નહીં
• ફેસ સ્કેનથી ઓથેન્ટિકેશન — વધુ સુરક્ષિત
• માત્ર જરૂરી માહિતી શેર કરવાની સુવિધા (Selective Disclosure)
• એક જ ફોનમાં 5 લોકોનો આધાર મેનેજ
• ઓફલાઈન મોડ — ઇન્ટરનેટ વગર પણ આધાર જોઈ શકશો
• હિન્દી-અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ
જુની mAadhaar એપ અને નવી એપમાં શું ફરક?
mAadhaar:
• PDF ડાઉનલોડ
• PVC કાર્ડ
• VID જનરેટ
નવી Aadhaar App:
• વધુ પ્રાઇવસી-સેન્ટ્રિક
• ફેસ ઓથેન્ટિકેશન
• ઑનલાઈન અપડેટ
• સિલેક્ટિવ ડેટા શેરિંગ
UIDAIનું લક્ષ્ય: દરેક સેવા ઑનલાઇન
2009થી શરૂ થયેલ આધાર હવે દેશની સૌથી મોટી ઓળખ યોજના બની ગઈ છે. 130 કરોડથી વધુ લોકો પાસે આધાર છે.
ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ હવે સરકારનો ધ્યેય છે કે દરેક આધાર સંબંધિત સેવા 100% ઑનલાઈન બનાવી દેવા.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
New Android Update:એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટું અપડેટ કોલનું મહત્ત્વ પહેલાંથી જ જણાશે




