Home Desh India-US Defence Deal:ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારત–અમેરિકા વચ્ચે મોટી સંરક્ષણ ડીલ નૌસેનાને MH-60R...

India-US Defence Deal:ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારત–અમેરિકા વચ્ચે મોટી સંરક્ષણ ડીલ નૌસેનાને MH-60R માટે ₹7995 કરોડનો સપોર્ટ પેકેજ

0
418
India-US Defence
India-US Defence

India-US Defence Deal:અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% સુધીના ટેરિફ લગાવવામાં આવતા બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવ વચ્ચે, ભારત અને અમેરિકા વચ્ચે વધુ એક મોટી સંરક્ષણ ડીલ પર હસ્તાક્ષર થયા છે.
આ ડીલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આગામી ભારત પ્રવાસ પહેલાં થઈ હોવાને કારણે તેને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

India-US Defence Deal

India-US Defence Deal:₹7995 કરોડના ‘Follow-On Support’ LOAs પર હસ્તાક્ષર

ભારતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા મુજબ, ભારતીય નૌસેનાના 24 MH-60R Sea Hawk Helicopters માટે લાંબા ગાળાના ‘ફોલો-ઓન સપોર્ટ’ માટે અમેરિકી સરકાર સાથે ₹7995 કરોડના Letter of Offer and Acceptance (LOAs) પર હસ્તાક્ષર થયા છે.

MH-60R હેલિકોપ્ટર—લોકહીડ માર્ટિન દ્વારા બનાવાયેલ બ્લેકહૉકનું દરિયાઈ વર્ઝન—ઓલ-વેધર ઓપરેશન્સમાં અત્યંત અસરકારક છે.
ભારતને 2021માં તેની પ્રથમ ત્રણ યુનિટ મળી ગઈ હતી.

સમગ્ર સપોર્ટ પેકેજ: રિપેરથી લઈને ટેકનિકલ સહાય સુધી

મંત્રાલય અનુસાર, આ ફોલો-ઓન સપોર્ટ પેકેજમાં સામેલ છે:

  • સ્પેરપાર્ટ્સ
  • સપોર્ટ ઈક્વિપમેન્ટ
  • મેન્ટેનન્સ સપોર્ટ
  • તાલીમ અને ટેકનિકલ સહાય
  • લાંબા ગાળાના ઓપરેશનલ સસ્ટેઈનમેન્ટ

સરકારનું માનવું છે કે આ ડીલના કારણે હેલિકોપ્ટરોની લડાકુ ક્ષમતામાં વધારો થશે અને નૌસેનાની એન્ટી-સબમરીન વૉરફેર (ASW) ક્ષમતા વધુ મજબૂત બનશે.

India-US Defence Deal

India-US Defence Deal:આત્મનિર્ભર ભારતને મજબૂતી

આ કરારમાં ભારતીય MSME અને લોકલ ડિફેન્સ કંપનીઓને મોટા પ્રમાણમાં લાભ થશે.

  • દેશી બનાવટના ભાગોનું વિકાસ
  • સર્વિસીસની લોકલ અવેલેબિલિટી
  • અમેરિકી સરકાર પર નિર્ભરતા ઘટાડશે

મંત્રાલયે જણાવ્યું કે આ સપોર્ટ પેકેજ સ્વદેશી કૌશલ્ય અને ક્ષમતા નિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

India-US Defence Deal:જીઓ-પોલિટિકલ સંદેશ પણ મોટો

ટ્રમ્પની ટેરિફ પોલિસી છતાં
 ભારત–અમેરિકા સંરક્ષણ સહકાર મજબૂત
 રશિયા પ્રવાસ પહેલાં અમેરિકાને કુટનીતિક સંદેશ
 ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજીમાં સહકાર વધુ ઊંડો

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Ahmedabad Demolition:કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં મોટેરા વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવ; મોદી સ્ટેડિયમ નજીક 29 મકાનો તોડી પાડ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે