Ayodhya : આજે સદીઓની તપસ્યા પૂરી થઇ , પીએમ મોદીના હસ્તે મંદિર પર ધર્મધ્વજ ફરકાવાયો , પીએમ મોદી થયા ભાવુક #Ayodhya , #श्री राम , #”मोहन भागवत” , #narendramodi ,

0
87

Ayodhya : અયોધ્યાના શિખરો આજે ફરી એક વાર ઈતિહાસના સ્વર્ણિમ પળોના સાક્ષી બન્યા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ પછી, રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવવા સાથે મંદિરનું નિર્માણ પૂર્ણ થયું હોવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી. અભિજીત મુહૂર્તે સવારે 11.50 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલો વજનનો કેસરિયા ધર્મધ્વજ ફરકાવ્યો.

Ayodhya

Ayodhya : સત્યનો ધ્વજ—પીએમ મોદી ભાવુક બન્યા

ધર્મધ્વજ ફરકાવ્યા બાદ ભાવુક બનેલા પીએમ મોદીએ જણાવ્યું કે,
“આ ધ્વજ ‘સત્યમેવ જયતે’ના સંદેશને વિશ્વ સુધી પહોંચાડશે. સત્યનો વિજય તો નક્કી છે, અસત્યનો નહીં. આ ધ્વજ અમને પ્રેરણા આપશે કે પ્રાણ જાય, પણ વચન નહીં.”મોદીએ હાથ જોડીને ધ્વજને નમન કર્યું. તેમના ચહેરા પર ભાવુકતા અને ગૌરવનું મિશ્રણ સ્પષ્ટ દેખાતું હતું.

Ayodhya : વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધર્મધ્વજ ફરકાવાયો

Ayodhya

આયોજિતવિધિ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવ્યો. ધર્મધ્વજનું નિર્માણ ખાસ રીતે કરવામાં આવ્યું છે જેથી ભયંકર તોફાનમાં પણ નુકસાન ન થાય અને હવા બદલાતા ગૂંચાયા વગર પલટાઈ શકે. ધ્વજદંડ પર 21 કિલો સોનું મઢવામાં આવ્યું છે, જ્યારે ધ્વજ પોતે 4 કિમી દૂરથી પણ દેખાય એવી રચનાનો છે.

Ayodhya : PMનો રામલલ્લાને નમન — પૂજા, આરતી અને દર્શન

ધ્વજ વિધિ પહેલા પીએમ મોદીએ રામલલ્લાના મહાદર્શન કર્યા

Ayodhya
  • પહેલા માળે રામ દરબારમાં આરતી
  • રામલલ્લાને અર્પણ કરવા લાવવામાં આવેલ ખાસ વસ્ત્ર
  • સપ્ત ઋષિઓના દર્શન
  • શેષાવતાર લક્ષ્મણની પૂજા
  • જળાશયની મુલાકાત

આ તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેઓ મુખ્ય કાર્યક્રમસ્થળે પહોંચ્યા હતા

Ayodhya : PMનો રોડ શો — અયોધ્યાની ગલીઓમાં ઉત્સવનો માહોલ

Ayodhya

સવારે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા બાદ સાકેત કોલેજથી રામજન્મભૂમિ સુધીનો દોઢ કિલોમીટરનો રોડ શો કર્યો. રસ્તા કિનારે હજારો લોકો, ખાસ કરીને મહિલાઓ, ફૂલહાર લઈને તેમનું સ્વાગત કરતી નજરે પડી હતી .શહેરને 1000 ક્વિન્ટલ ફૂલો થી શણગારવામાં આવ્યું હતું. સમગ્ર અયોધ્યા આજે ઉત્સવના રંગોમાં રંગાઈ ગઈ હતી.

Ayodhya : 7000થી વધુ લોકો બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી

Ayodhya

કાર્યક્રમમાં સંત-મહંતો, રાજકીય આગેવાનો, સાંસ્કૃતિક પ્રતિનિધિઓ અને વિશેષ આમંત્રિતો રૂપે લગભગ 7 હજાર લોકો હાજર રહ્યા. રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવતા જ મંદિરને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું—રામ ભક્તો માટે આ ક્ષણ સદી સુધી યાદ રહેશે.

વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લીનક પર ક્લિક કરો

Mumbai news :ટ્રાફિક-ફ્રી મુંબઈ તરફ મોટું પગલું: આખા રાજ્યમાં બનશે વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક

Table of Contents