Surat news :સુરતના સરથાણા વિસ્તારમાં કરુણ ઘટના મહિલા ડોક્ટરની 9 માં માળેથી કૂદી મોત.#SuratNews, #DoctorSuicide, #SuratIncident

0
112
Surat news
Surat news

Surat news :સુરતના સરથાણા વિસ્તારમાં ગુરુવાર સાંજે એક હૃદય વિદારી દેનારી ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. સરથાણા બિઝનેસ હબના 9મા માળે આવેલી ચાય પાર્ટનર કાફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરપી ડોક્ટર રાધિકા જમનભાઈ કોટડિયાએ નીચે કૂદી આપઘાત કરી લીધો હતો. ઘટના સાંજે અંદાજે 7:15 વાગ્યે બની હતી.
રાધિકાના લગ્ન બે મહિના બાદ, 19 ફેબ્રુઆરી 2026ના રોજ થવાના હતા, જેથી પરિવાર અને ઓળખીતાઓમાં શોક અને વિશ્વાસ ન બેસે તેવો માહોલ સર્જાયો છે.

Surat news :

Surat news :મૂળ જામનગરની રાધિકા સુરતમાં પોતાના ક્લિનિક ચલાવતી હતી

રાધિકા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની હતી અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં વિશ્વા રેસિડેન્સીમાં માતા–પિતા અને ભાઈ સાથે રહેતી હતી.
તેનો શ્રીજી ફિઝિયો ક્લિનિક સરથાણા જકાતનાકા નજીક વિકાસ શોપર્સની પહેલી માળ પર ચલાવતી હતી. પિતા હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કાર્યરત છે.

Surat news :સગાઈને છ મહિના: મંગેતર સાથે અવારનવાર કાફે જતી

રાધિકાની છ મહિના પહેલાં સગાઈ થઈ હતી. તે દરરોજ મંગેતર સાથે વાતો કરતી અને કાફેમાં પણ સાથે જતી.
ઘટનાના દિવસે રાધિકા સવારે પોતાના ક્લિનિક ગઈ હતી અને બપોરે ઘર આવી ફરી ક્લિનિક પર પહોંચી હતી. સાંજે તેણે સ્ટાફને “હું યોગી ચોક જાઉં છું” કહી ક્લિનિકમાંથી નીકળી ગઈ હતી.

Surat news :

Surat news :કાફેમાં અચાનક ખુરસી પરથી ઊભી થઈ અને પાળ પર ચડી નીચે કૂદી

સાંજે 7:15 વાગ્યે રાધિકા ચાય પાર્ટનર કાફેમાં પહોંચી, જ્યાં બીજા કપલ્સ પણ હાજર હતાં.
બધા સામાન્ય રીતે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે રાધિકા અચાનક ઊભી થઈ, ગેલેરીની પાળ પર ચડી અને સીધી નીચે ઝંપલાવી દીધી.
જોરદાર અવાજ આવતાં કાફે સ્ટાફ અને લોકો નીચે દોડી ગયા હતા, પરંતુ રાધિકાને ગંભીર માથાકીય અને શરીરીક ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવાર પર દુઃખનો પહાડ: પોલીસની તપાસ શરૂ

રાધિકાના મોતની ખબર મળતા પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રડાકા–લામણાથી કરુણ દૃશ્યો સર્જાયા હતા.
સરથાણા પોલીસ PI કે.એ. ચાવડા ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. રાધિકાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Surat news :

Surat news :મંગેતર સાથેના અણબનાવને કારણે આપઘાતની સંભાવના

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ રાધિકા અને તેના મંગેતર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો. આ કારણસર માનસિક દબાણમાં આવી રાધિકાએ આ અતિશય પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
પોલીસે રાધિકાનો મોબાઈલ કબજે કર્યો છે અને પરિવાર તેમજ મંગેતર પાસેથી નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ ઘટનાએ સુરતમાં શોક અને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Gujarat High Court: પ્લાસ્ટિક પ્રદૂષણ પર હાઈકોર્ટ સખ્ત ગુજરાતના માર્કેટોમાં કપડાની થેલી ફરજિયાત કરવાની સૂચના.