Gold Prices :સોનું ₹1,268 ઉછળીને ₹1.23 લાખ પર પહોંચ્યું; ચાંદી પણ ₹2,594 વધીને ₹1.56 લાખ કિલો થઈ. #GoldPrice, #SilverPrice,#GoldRateToday

0
160
Gold Prices
Gold Prices

Gold Prices :દેશમાં સોનું અને ચાંદીના ભાવ આજે ફરી વધ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 19 નવેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,268 વધીને ₹1,23,448 પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ આ ભાવ ₹1,22,180 હતો.
ચાંદીમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદી ₹2,594 વધીને ₹1,56,300 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, જ્યારે ગઈકાલે તેની કિંમત ₹1,53,706 પ્રતિ કિલોગ્રામ હતી.

Gold Prices

Gold Prices :આ વર્ષે સોનું-ચાંદીમાં જોરદાર મોંઘવારી

આ વર્ષ સોનાં-ચાંદી માટે ઐતિહાસિક રહ્યું છે.

  • સોનામાં 2024માં અત્યાર સુધી ₹47,286 નો ઉછાળો નોંધાયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹76,162 પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે ₹1,23,448 થઈ ગયો છે.
  • ચાંદીમાં 70 હજારથી વધુનો વધારો, 31 ડિસેમ્બર, 2024ના રોજ ચાંદીનું કિલો ₹86,017 હતું, જે હવે ₹1,56,300 પર પહોંચી ગઈ છે.

17 ઓક્ટોબરે સોનું ₹1,30,874ના ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું, જ્યારે 14 ઓક્ટોબરે ચાંદી ₹1,78,100 પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી.

Gold Prices :ભાવ કેમ વધી રહ્યા છે?

IBJAના રેટમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનનો સમાવેશ થતો નથી, એટલે શહેર પ્રમાણે ભાવમાં ફેરફાર રહે છે. આ દરોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડ તથા બેંકો ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે કરે છે.

તરફે, લગ્નની મોસમ શરૂ થઈ રહી હોવાથી સોનાની માંગ વધુ વધી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવતા દિવસોમાં ભાવમાં થોડી ઊંચ-નીચ જોવા મળશે, પરંતુ સોનાના ભાવ ₹1.25 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી ફરી જઈ શકે છે.

Gold Prices

Gold Prices :ગ્રાહકો માટે સલાહ

સોનું ખરીદતી વખતે હંમેશા BIS હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદવું. હોલમાર્ક નંબર સામાન્ય રીતે આલ્ફાન્યૂમેરિક હોય છે — જેમ કે AZ4524 — જે ગુણવત્તાની ખાતરી આપે છે.સોના  ચમક તો ચાલુ જ છે, પરંતુ ખરીદી કરતી વખતે સાવચેતી જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :

MODI:PM મોદી આજે રિલીઝ કર્યો PM-KISANનો 21મો હપ્તો; ગુજરાતના ખેડૂતોને ₹986 કરોડ સીધા ખાતામાં.