Alpesh Thakor :માણસામાં ઠાકોર સમાજ સ્નેહમિલનમાં ઋષિ ભારતી બાપુનું નિવેદન ચર્ચામાં; ‘પોઝિશનીંગ નહીં, પાવરમાં આવો,#RishiBharatiBapu #ThakorCommunity #AlpeshThakor #DeputyCM

0
207

Alpesh Thakor :ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધમેડા ગામ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ઋષિ ભારતી બાપુ દ્વારા કરાયેલા નિવેદનોને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ તથા સંતોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની શક્તિ, રાજકીય ભાગીદારી અને આંતરિક ચર્ચાઓ મુદ્દે અનેક તીખા નિવેદનો કરવામાં આવ્યા.

Alpesh Thakor :

Alpesh Thakor :“અલ્પેશ ઠાકોર ડેપ્યુટી CM બનવા જોઈએ હતા” — ઋષિ ભારતી બાપુ

કાર્યક્રમ દરમ્યાન ઋષિ ભારતી બાપુએ કહ્યું કે,
અલ્પેશજી ઠાકોર ડેપ્યુટી મુખ્યમંત્રી બને તે માટે પ્રયત્નો થયા હતા, ગાંધીનગરમાં બેઠક થવા છતાં પણ તેઓ બાકાત રહ્યા. આ વાતનું સમાજને દુઃખ થવું જોઈએ.”

તેમણે વધુમાં ઉમેર્યું કે સારા ખાતાઓ પણ આપવામાં આવ્યા નથી, જે સમાજના પ્રતિનિધિત્વ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

Alpesh Thakor :

Alpesh Thakor :“પોઝિશનમાં નહીં, પાવરમાં આવવાની જરૂર છે”

ઠાકોર સમાજની વસતીના આંકડા રજૂ કરતા ઋષિભારતી બાપુએ સમાજને રાજકીય રીતે વધુ સશક્ત બનવાની અપીલ કરી.
તેમણે કહ્યું:
અમારા નેતાઓને રાજનીતિ તો આવડે છે, પરંતુ કુટનીતિ નથી આવડતી. કુટનીતિ શીખશો તો પોઝિશનમાં નહીં, પાવરમાં હશો.”

સમાજની આંતરિક સ્થિતિ અંગે પણ કર્યાં ટિપ્પણીઓ

બાપુએ ઠાકોર સમાજની અંદરની ચાર ગોઠવણોનો ઉલ્લેખ કરીને કહ્યું કે –

  • 10% લોકો VIP ગુલામીમાં ફસાયેલા છે,
  • 20% અવસરવાદી છે,
  • 50% હજી સૂતેલી સ્થિતિમાં છે,
  • બાકીના સમાજને લીડرشિપની જરૂર છે.

તેમણે આરોપ મૂક્યો કે રાજકીય પક્ષો સમાજની નબળી કડી જાણે છે અને **‘ડિવાઈડ એન્ડ રૂલ’**ની નીતિ અપનાવે છે.

વડુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો