Personal Data:ભારતમાં ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષાનો નવો અધ્યાય શરૂ થયો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ–2023 હવે સંપૂર્ણ રીતે અમલમાં આવી ગયો છે. કેન્દ્ર સરકારે 14 નવેમ્બરે આ કાનૂની નિયમોને નોટિફાઈ કર્યા છે, જેના કારણે હવે કોઈ પણ કંપની વ્યક્તિની મંજૂરી વગર તેની વ્યક્તિગત માહિતી મેળવી શકશે નહીં.
આ કાયદો 11 ઓગસ્ટ 2023ના રોજ સંસદમાંથી પસાર થયો હતો. નવી વ્યવસ્થાઓ હેઠળ, ડિજિટલ ડેટાનું સંચાલન કરતી કંપનીઓ પર કડક જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે અને સામાન્ય નાગરિકોને તેમના ડેટા પર પૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.

Personal Data:બાળકોના ડેટા માટે વાલીની મંજૂરી ફરજિયાત
DPDP એક્ટ હેઠળ હવે કોઈપણ બાળકના ડેટા એકત્રિત કરવા, તેનો ઉપયોગ કરવા અથવા સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવવા માટે વાલીની મંજૂરી લેવી ફરજિયાત બનશે.
માત્ર હેલ્થકેર, શિક્ષણ અથવા રિયલ-ટાઈમ સુરક્ષા જેવી અનિવાર્ય પરિસ્થિતિમાં જ છૂટ આપવામાં આવી છે.
દિવ્યાંગ વ્યક્તિઓ, જેઓ કાનૂની રીતે નિર્ણય લેવામાં અસમર્થ છે, તેમના માટે કાયદેસર ગાર્જિયનની વેરીફાઈડ સંમતિ જરૂરી રહેશે.

Personal Data:ડેટા લીક થાય તો શું થશે?
જો કોઈ કંપની દ્વારા પર્સનલ ડેટાનું લીકેજ (Data Breach) થાય છે, તો તેને—
- તાત્કાલિક અસરથી વ્યક્તિને જાણ કરવી પડશે
- બ્રેકની પ્રકાર અને તેની અસર શું હશે તે સમજાવવું પડશે
- વ્યક્તિએ કયા પગલાં લેવાની જરૂર છે તે સ્પષ્ટ કહેવું પડશે
- જરૂર પડે તો સહાય ક્યાંથી મળશે તે પણ જણાવવું પડશે
વ્યક્તિઓને તેમના ડેટાને ઍક્સેસ, અપડેટ, સુધારવા અથવા પૂરેપૂરું ડિલીટ (erase) કરવાની છૂટ આપવામાં આવી છે.
કોઈ પણ વિનંતીનો જવાબ મહત્તમ 90 દિવસમાં આપવો ફરજિયાત બનશે.
Personal Data:ફરિયાદો હવે સંપૂર્ણપણે ડિજિટલ રીતે
ડેટા પ્રોટેક્શન બોર્ડ હવે ડિજિટલ મોડમાં કાર્ય કરશે. નાગરિકો મોબાઇલ એપ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ફરિયાદ દાખલ કરી શકશે અને તેનું ટ્રેકિંગ પણ કરી શકશે.

Personal Data:નાગરિકોની પ્રાઇવસી માટે મજબૂત પગલું
DPDP એક્ટ અમલ સાથે ભારતે ડિજિટલ પ્રાઇવસીના ક્ષેત્રમાં મોટા પરિવર્તનની શરૂઆત કરી છે.
આ કાયદો નાગરિકોને તેમના ડેટા પર વધુ નિયંત્રણ આપે છે, અને કંપનીઓને પારદર્શક રીતે કામ કરવા મજબૂર કરે છે.
ટેક્નોલોજી અને ઇનોવેશનને સુરક્ષિત રીતે આગળ ધપાવવા માટે પણ આ કાયદો મહત્વપૂર્ણ ગણાય છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો




