Sand Mafia in Gandhinagar: ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અને ઓવરલોડિંગની વધતી જતી પ્રવૃત્તિઓને પગલે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાએ 14 અને 15 નવેમ્બરના રોજ બે દિવસીય મેગા ડ્રાઇવ યોજી, જેમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ મચાવી હતી.

બે દિવસમાં 11 ડમ્પર જપ્ત: રેતી-માટીનું બિનઅધિકૃત વહન પકડાયું
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની આગેવાની હેઠળની ટીમે કલોલ–ગાંધીનગર રોડ, વલાદ–લવારપુર રોડ, તેમજ સેક્ટર-26 અને 27 વિસ્તારમાં ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. તેમાં કુલ 11 ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા, જે સાદી રેતી અને માટીનો ગેરકાયદેસર પરિવહન કરતા હતા.
Sand Mafia in Gandhinagar: જપ્ત કરાયેલા વાહનોમાં—
- 7 ડમ્પર રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ઝડપાયા
- 4 ડમ્પર ઓવરલોડ સાથે નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા
Sand Mafia in Gandhinagar: 4 કરોડનો મુદ્દામાલ જપ્ત, કરોડોનું નુકસાન અટકાવાયું

આ કાર્યવાહી હેઠળ કુલ ₹4 કરોડ મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વાહન માલિકો — ધીરજભાઈ પટેલ, અલ્પેશભાઈ દેસાઈ, અંકિતભાઈ પટેલ, જીગ્નેશભાઈ, કરણભાઈ ઓડ, અરવિંદભાઈ વણઝારા, વિતેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, કેતનભાઈ પટેલ અને રાજુભાઈ — સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગેરકાયદેસર ખનીજ વહન બદલ બધા વાહનમાલિકો પાસેથી તંત્રએ ₹18.52 લાખનો દંડ વસૂલ કર્યો છે.

Sand Mafia in Gandhinagar: કલેક્ટરનો કડક સ્ટેન્ડ: “ગેરકાયદેસર ખનનને મોકળાશ નહીં”
કલેક્ટર મેહુલ દવેએ સ્પષ્ટ નોંધણી કરી છે કે જિલ્લામાં બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓને કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. અધિકારીઓને કડક અને સતત અમલવારી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર ખનનથી થતા —
- પર્યાવરણીય નુકસાન
- સરકારી તિજોરીને આર્થિક નુકસાન
બન્ને અટકાવી શકાય.
તંત્રની આ કાર્યવાહી બાદ જિલ્લામાં ખનીજ માફિયાઓમાં દહેશત ફેલાઈ છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો




