Harsh Sanghavi:ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતનાં લસકાણા ખાતે યોજાયેલા પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ દરમિયાન રાજ્યના અધિકારીઓને સીધી અને સખત ચેતવણી આપી. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹10 હજાર કરોડના સહાય પેકેજ મુદ્દે તેમણે વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે—
“એક પણ ખેડૂતની વળતર અંગે ફરિયાદ નહીં આવવી જોઈએ, નહીં તો અધિકારીઓની ખેર નથી.”

Harsh Sanghavi:સરકારનું સ્પષ્ટ વલણ: 7 દિવસમાં સર્વે, 10 દિવસમાં પૈસા
સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભારે નુકસાનનું સર્વે કામ માત્ર 7 દિવસના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરાવ્યું છે. ખેડૂતોનું વળતર કોઇ વિલંબ વિના સીધું ખાતામાં જમા થાય તેની ખાતરી માટે ખાસ મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. તેમણે અધિકારીઓને દૃઢ સુચના આપતાં કહ્યું—
“સરકાર ખેડૂતોને ઝડપથી અને પૂર્ણ ન્યાય આપવા પ્રતિબદ્ધ છે. જો એક પણ ખેડૂતને વળતર સમયસર ન મળે તો સીધી કાર્યવાહી થશે.”

Harsh Sanghavi:ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ
ખેડૂત સહાય મુદ્દા બાદ Dy.CM સંઘવીનો રોષ સમાજની બીજી મોટી સમસ્યાઓ તરફ વળ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ જડમૂળથી નાબૂદ ન થાય ત્યાં સુધી તેઓ કોઈ સમાધાન કરવા તૈયાર નથી.
સંઘવીએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં 75 પાકિસ્તાની ડ્રગ્સ સપ્લાયરોને જેલમાં મોકલવાના સફળ ઓપરેશનો ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયા છે. પોલીસને હજુ વધુ સખત પ્રયત્નો કરવા તેમણે ખુલ્લું સંદેશ આપ્યું.
Harsh Sanghavi:વૃદ્ધાશ્રમ મુદ્દે કડક સામાજિક અપીલ
સમાજની નૈતિક જવાબદારી અંગે સંઘવીએ ખૂબ જ કડક અને ભાવનાત્મક નિવેદન આપ્યું. તેમણે જાહેરમાં અપીલ કરી—
“જે સંતાન પોતાના માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકે, તેમના પાસેથી દાન ન લેવું જોઈએ અને તેમને કોઇ સમારોહમાં આગલા સીટ પર પણ ન બેસાડવા જોઈએ.”
તેમનું આ નિવેદન હાજર સમાજને સ્પર્શીને ગયો અને સમગ્ર હોલમાં મૌન સાથે સંમતિ જણાઈ.

Harsh Sanghavi:કાર્યક્રમમાં વહીવટી માહોલ મજબૂત બન્યો
Dy.CMના સખત સંદેશોને કારણે સમગ્ર સમારોહમાં મક્કમ વહીવટી માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, મેયર દક્ષેશ માવાણી, શહેરના આગેવાનો અને પાટીદાર સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો




