Bhavnagar Shock: ભાવનગરમાં પોલીસ બેડાની છબી પર ડાઘ લગાવતો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટ્રોસીટી કેસમાં ફરાર ચાલતા વોન્ટેડ આરોપીને પોલીસમાંથી જ એક મહિલા કોન્સ્ટેબલએ પોતાનાં ઘરેઆશરો આપ્યો હતો. આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને ઈમાનદારી પર સવાલો ઊભા કર્યા છે.

Bhavnagar Shock: મહિલા કોન્સ્ટેબલે આરોપીને ઘરમાં આશરો આપ્યાની બાતમી
તળાજાના દેવલી ગામના વાડી વિસ્તારમાં રહેતા પાર્થ દિનેશ ધાંધલ્યા સામે એટ્રોસીટીની ગંભીર ફરિયાદ દાખલ હતી. આ કેસમાં આરોપી ફરાર થતાં તેને પકડવા માટે પોલીસની વિવિધ ટીમો તલસ્પર્દા કરી રહી હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાએ જ આરોપીને પોતાના રોયલ પાર્ક સ્થિત ઘરમાં છુપાવી રાખ્યો છે. નયના અને આરોપી વચ્ચે સગાઈ જેવા સંબંધો હોવાની માહિતી પણ બહાર આવી.

બાતમીનાં આધારે SC-ST સેલ અને પેરોલ–ફર્લો સ્ક્વોડે નયનાના ઘરે રેડ પાડી. રેડ દરમિયાન પોલીસને મોટી અસરકારક માહિતી મળી. ઘરેથી ફરાર આરોપી પાર્થ ધાંધલ્યા મળી આવ્યો હતો. સાથે જ ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલ અને અનેક ખાલી બિયરના ટીન પણ મળ્યા હતા. દારૂબંધી રાજ્યમાં પોલીસકર્મીની જ ઘરમાં દારૂ મળવો અત્યંત ગંભીર બાબત ગણાઈ રહી છે.
Bhavnagar Shock: રેડ દરમિયાન વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી
નયનાના ઘરમાંથી બીજી મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની પણ મળતી આવી હતી. બંને મહિલા કોન્સ્ટેબલની હાજરી અને વોન્ટેડ આરોપીને આશરો આપવાની ઘટના પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બની છે.
Bhavnagar Shock: DYSP રીમા ઝાલાએ જણાવ્યું

13 સપ્ટેમ્બરે મારામારી અને એટ્રોસીટીની કલમ હેઠળ ઘણા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીઓ ફરાર થતાં તેમની શોધખોળ સતત ચાલી રહી હતી. 12 નવેમ્બરે મળેલી બાતમી આધારે મહિલા કોન્સ્ટેબલના ઘર પર કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે નયના બારૈયા, ઉષા જાની અને વોન્ટેડ આરોપી ત્રણેયને ઝડપી લીધા છે. તેમના વિરુદ્ધ BNSની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથેઝ દારૂ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ કેસ નોંધાયો છે. બંને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વધુ સમાચાર જોવામાટે અહી ક્લિક કરો




