Bhuj stori : ભુજમાં ‘એકના ડબલ’ ગેંગનો પર્દાફાશ: 1.14 કરોડનો મુદ્દામાલ જપ્ત,#gujratpolice,#PoliceAction,#CrimeNews

0
168
Bhuj stori
Bhuj stori

Bhuj stori : ભુજ શહેરમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક તથા પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરનારી એક ખતરનાક ગેંગનો ભેદ ઉકેલી દેવાયો છે. સોશિયલ મીડિયા પરથી ‘એકના બદલે પાંચ લાખ’ અને ‘બજાર ભાવ કરતાં સસ્તું સોનું’ આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગમાંથી એક સભ્યને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ ફરાર છે. પોલીસે નકલી સોનું અને સાચી-ખોટી ચલણી નોટો સહિત 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Bhuj stori :

Bhuj stori : નકલી નોટો અને સોનાની છેતરપિંડીનો નવો મોડસ ઓપરંડી

પશ્ચિમ કચ્છ–ભુજ એલસીબીએ મુખ્ય આરોપી અજરુદ્દીન કાસમશા શેખની ધરપકડ કરી છે. તેની પાસેથી રૂ. 99.30 લાખની સાચી–ખોટી ચલણી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, એક સાચું સોનાનું બિસ્કિટ, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. 1.14 કરોડનો મુદ્દામાલ મળ્યો હતો.

આ ગેંગ સોશિયલ મીડિયા પર અલગ-અલગ ફેક આઈડીઓ બનાવી સક્રિય હતી. તેઓ ભારતીય ચલણી નોટોના બંડલોના વીડિયો (જેમા પહેલા નંબરની નોટ સાચી, તથા પાછળની કોરી) અને સસ્તા સોના જેવા દેખાતા બિસ્કિટોના વીડિયો બનાવી ફેસબુક–ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા.
આ વીડિયો દ્વારા લોકો ને ‘એક લાખના બદલે પાંચ લાખ’ અથવા ‘સસ્તા ભાવે સોનું’ આપવાની લાલચ આપી છેતરપિંડી થઇ રહી હતી.

Bhuj stori :

Bhuj stori : એલસીબીની ટીમને મળી બાતમી, ઝડપાયા આરોપી

એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી તથા પીએસઆઈ જે.બી. જાદવે ભુજ વિસ્તારમાં વધતા સોના–નકલી નોટોના ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી. પેટ્રોલિંગ દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી કે ભુજના સરપટનાકા નજીક શેખ પરિવારના કેટલાક સભ્યો સોશિયલ મીડિયા મારફતે છેતરપિંડી કરી રહ્યા છે.

બાતમીને આધારે તાત્કાલિક રેડ કરવામાં આવી અને અજરુદ્દીન કાસમશા શેખ (ઉં.વ. 26) ઝડપાયો. તેની પાસેથી—

  • ₹99,30,000ની સાચી–ખોટી નોટો
  • 11 નકલી સોનાના બિસ્કિટ
  • ₹2,13,400 રોકડ
  • 12.70 લાખનું અસલી સોનાનું બિસ્કિટ
  • મોબાઈલ અને સિમકાર્ડ
    જપ્ત કરવામાં આવ્યા.

Bhuj stori : શંકાસપદ  ઘરેથી સોનાના બિસ્કિટ અને ચલણનાં બંડલ મળ્યાં

નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયાએ માહિતી આપતાં જણાવ્યું કે ભૂતકાળમાં પણ ભુજ વિસ્તારમા સસ્તા સોના અને નકલી નોટોના આધારે અનેક છેતરપિંડીના બનાવો નોંધાયા છે. પોલીસ તરફથી મળેલા ઇનપુટના આધારે શંકાસ્પદોના ઘરે તપાસ કરતા પલંગના સેટીમાં છુપાવેલા 200–500ની સાચી–ખોટી નોટોના બંડલ તથા 11 નકલી અને એક અસલી સોનાના બિસ્કિટ મળ્યા હતા.

આરોપીઓ ‘ચિલ્ડ્રન બેંક’ જેવી છાપેલી નકલી નોટોને અસલી નોટ સાથે મિક્સ કરી વીડિયો બનાવતા હતા અને લોકોને લલચાવી બ્લેક-મની ડબલ કરવાની ઓફર કરતા હતા.

Bhuj stori :

Bhuj stori : ચાર આરોપી હજુ સુધી પલાયન પર

મુખ્ય આરોપી અજરુદ્દીનની ધરપકડ બાદ રમજુસા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, શેખડાડા (રહે. અંજાર) અને સુલતાન લંધા (રહે. ભુજ) વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ ચારમાંથી કોઈ પણ પોલીસ કબજામાં નથી અને તેમની શોધખોળ ચાલુ છે.

નાયબ પોલીસવડા અનુસાર, આ શખ્સો પર અગાઉ પણ છેતરપિંડી, લૂંટ અને મારામારી જેવા ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી

ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. પોલીસે ગેંગના નેટવર્ક, તેમના સંપર્કો અને નકલી નોટો–સોનાના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :