Education:શૈક્ષિક મહાસંઘે વ્યક્ત કરી નારાજગી; ધરપકડના વોરંટ ઈશ્યૂ થવા પર આક્ષેપ, વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત.#education,#gujrat,#blo

0
176
Education
Education

Education: રાજ્યમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી (SIR) માટે શિક્ષકોને BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પડી રહી છે. વર્તમાન શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર કુલ 144 દિવસનું હોવા છતાં, શિક્ષકોને 90 દિવસ સુધી ચૂંટણી સંબંધિત કામગીરીમાં જોડવામાં આવ્યા છે. શિક્ષકોના કહેવા મુજબ, આથી વિદ્યાર્થીઓનું ભણતર બાધિત થઈ રહ્યું છે અને “એક વિદ્યાર્થી બીજાને ભણાવે” તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Education:

Education:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે જણાવ્યું કે, BLO તરીકેની ફરજમાં શિક્ષકોને ડોર-ટુ-ડોર સર્વે, ફોટા અને દસ્તાવેજ ચકાસણી જેવી કામગીરી કરવાની રહે છે. શિક્ષકો આ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા હોવા છતાં, કેટલીક જગ્યાએ ધરપકડના વોરંટ ઈશ્યૂ થયા છે અને પોલીસ શાળાઓ સુધી પહોંચી હોવાનું પણ કહેવાય છે.

Education:BLO તરીકે નિયુક્ત શિક્ષકો શૈક્ષણિક કાર્યથી દૂર

Education:

ઠાકરે જણાવ્યું કે, “શિક્ષકો સામે આ પ્રકારની કાર્યવાહી સ્વમાનભંગ સમાન છે. રાજ્ય સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ.” તેમનો આક્ષેપ છે કે BLOની નિમણૂકમાં 12 જુદી જુદી કેડરોમાંથી સમાન ભાગે વહેંચણી થવી જોઈએ હતી, પરંતુ મોટાભાગની નિમણૂક માત્ર શિક્ષકોમાંથી જ કરવામાં આવી છે, જેના કારણે શાળાઓમાં ભણતર અડધું રહ્યું છે.

Education:તેમણે વધુમાં ઉમેર્યું કે, 90 દિવસ શિક્ષકો શૈક્ષણિક કાર્યથી દૂર રહેશે, જેના કારણે બીજા સત્રનો કોર્સ પૂર્ણ કરવો મુશ્કેલ બનશે. સાથે જ BLOની ઓનલાઇન કામગીરી માટે કોઈ અલગ ઈન્ટરનેટ કે મોબાઇલ સુવિધા આપવામાં આવી નથી, અને શિક્ષકો પોતાના મોબાઇલથી કામગીરી કરી રહ્યા છે. છતાં પણ તેમને નોટિસ આપવામાં આવે છે, જે અન્યાયપૂર્ણ છે.

Education:

શૈક્ષિક મહાસંઘે માંગણી કરી છે કે, શિક્ષકોનો સ્વમાન ભંગ ન થાય તે માટે સરકાર યોગ્ય સૂચના આપે અને SIR કામગીરીમાં તમામ કેડરમાં સમાન કામની વહેંચણી કરવામાં આવે. આવનારા 15 નવેમ્બરે તમામ વિધાનસભા વિસ્તારોના ચૂંટણી અધિકારીઓને આવેદનપત્ર આપી, “અંગ્રેજ શાસનના કાયદા

વધુંય સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

દિલ્હી વિસ્ફોટ બાદ મોટી કાર્યવાહી : પીએમ મોદીની સુરક્ષા હવે રૉ ચીફ પરાગ જૈનના હાથમાં, મળી વધારાની જવાબદારી