PMJAY Fraud:ગાંધીનગર | 7 નવેમ્બર, 2025રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MAA)’ હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડતી કેટલીક હોસ્પિટલો ગેરરીતિમાં સપડાઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા નિર્દેશ બાદ મધ્ય ગુજરાતની ચાર હોસ્પિટલો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી અચાનક તપાસ (Surprise Raid) દરમિયાન ગંભીર ખામીઓ અને યોજનાની માર્ગદર્શિકાના ઉલ્લંઘન બહાર આવ્યા હતા. જેમાંથી બે હોસ્પિટલોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય મંત્રી સ્વયં મોડી રાત સુધી સમગ્ર કાર્યવાહી પર નજર રાખી હતી.
PMJAY Fraud: કઈ કઈ હોસ્પિટલો સામે કાર્યવાહી કરી

- દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગોધરા (પંચમહાલ):
- હોસ્પિટલમાં expired દવાઓ મળી આવી.
- તપાસ સમયે MBBS ડોક્ટર હાજર નહોતા.
- યોજનાકીય માહિતી આપવા માટેનો કિઓસ્ક ઉપલબ્ધ નહોતો.
- PICU અને NICU માટે જરૂરી માપદંડો અધૂરા.
- કાશીમા હોસ્પિટલ, ભરૂચ:
- PICU અને NICU માપદંડોનું પાલન નહોતું.
- નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઇડ નહોતો.
- બપોર સુધી મેડિકલ ઓફિસર હાજર નહોતા.
- BU પરમિશન અને ફાયર NOC પણ ન મળ્યા.
બે હોસ્પિટલો કારણદર્શક નોટિસ અપાઈ
- ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ, કાલોલ (પંચમહાલ):
- યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું.
- મા ચિલ્ડ્રન એન્ડ નીઓનેટલ કેર, દેવગઢ બારિયા (દાહોદ):
- NICU માંથી expired દવાઓ મળી.
- તપાસ ટીમે CCTV ફૂટેજ માંગતા, હોસ્પિટલ દ્વારા આપવાનો ઇનકાર.
PMJAY Fraud:આરોગ્ય મંત્રીનો કડક સંદેશ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે,

“PMJAY-MAA યોજના ગરીબ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.”
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારી અવગણે અથવા છેતરપિંડી કરે, તો રાજ્ય સરકાર વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે.
PMJAY Fraud:આરોગ્ય વિભાગની ચેતવણી
આરોગ્ય વિભાગે રાજ્યની બધી માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોને ચેતવણી આપી છે કે PMJAY યોજનાના નિયમોનું કડક પાલન ન કરનાર સામે સસ્પેન્શન અથવા બ્લેકલિસ્ટિંગ જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
PMJAY Fraud:મુખ્ય મુદ્દા એક નજરે
- PMJAY યોજનામાં ગેરરીતિ આચરનાર 4 હોસ્પિટલો સામે કાર્યવાહી.
- 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને નોટિસ.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
PM Modi :ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ને આજે 150 વર્ષ પૂર્ણ.




