“Rahul Gandhi Makes Serious Allegation in Bihar”: ‘ઓપરેશન સરકાર ચોરી’ ચાલી રહ્યું છે #rahulgandhi, #BiharElections,

0
172
"Rahul Gandhi Makes Serious Allegation in Bihar"
"Rahul Gandhi Makes Serious Allegation in Bihar"

Rahul Gandhi Makes Serious Allegation in Bihar : #rahulgandhi, #BiharElections, #OperationSarkarChori,#Election2025બિહારમાં પહેલા તબક્કાની 121 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે. મતદાનના એક દિવસ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં હરિયાણાની જેમ “ઓપરેશન સરકાર ચોરી” ચલાવવામાં આવી રહ્યું છે.

Rahul Gandhi Makes Serious Allegation in Bihar

“Rahul Gandhi Makes Serious Allegation in Bihar” : રાહુલે ભાજપના ભુક્કા કાઢ્યા

રાહુલ ગાંધીએ એક જનસભા દરમિયાન બિહારના પાંચ મતદારોને મંચ પર બોલાવ્યા. આ બધા લોકોએ જણાવ્યું કે તેમના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે. રાહુલે આને “લોકતંત્રને કમજોર કરવાની સાજિશ” ગણાવી.

તેમણે કહ્યું, “હરિયાણામાં 3.5 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. હવે એ જ રીતે બિહારમાં પણ મત ચોરી થઈ રહી છે. ચૂંટણી પહેલાં મતદાર યાદીઓમાં ફેરફાર કરીને લોકતંત્રને મારી શકાય છે.”

Rahul Gandhi Makes Serious Allegation in Bihar

રાહુલે પોતાના પ્રેઝન્ટેશનમાં હરિયાણાની મતદાર યાદી પણ દેખાડી. તેમણે દાવો કર્યો કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 દરમિયાન એક બ્રાઝિલિયન મોડલના ફોટોનો ઉપયોગ કરીને 10 બૂથ પર 22 વાર મતદાન થયું હતું. રાહુલે કહ્યું કે આ રીતે હરિયાણાની ચૂંટણીમાં આશરે 25 લાખ મતોની ચોરી થઈ.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “એક જ મહિલાનો ફોટો હરિયાણાની બે પોલિંગ બૂથની યાદીઓમાં 223 વાર જોવા મળ્યો. કોઈની ઉંમર ફોટો સાથે મેળ ખાતી નથી, કોઈના નામ અલગ છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કરવું જોઈએ કે આ કેવી રીતે શક્ય છે.”

Rahul Gandhi Makes Serious Allegation in Bihar

રાહુલે હરિયાણા CM નાયબ સિંહ સૈનીનો વીડિયો બતાવતા કહ્યું કે ચૂંટણી પછી તેમણે ‘વ્યવસ્થાનો ઉલ્લેખ’ કર્યો હતો. રાહુલના શબ્દોમાં, “આ વ્યવસ્થા શું છે? આ જ ‘ઓપરેશન સરકાર ચોરી’ છે.”

“Rahul Gandhi Makes Serious Allegation in Bihar”:આ પહેલાં પણ રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટ અને 18 સપ્ટેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ મતચોરીના પુરાવા બતાવવાનો દાવો કર્યો હતો.

Rahul Gandhi Makes Serious Allegation in Bihar

આ પ્રસંગે રાહુલે ચૂંટણી પંચને નિશાન બનાવતાં કહ્યું, “મુખ્ય ચૂંટણી કમિશનરે દેશના લોકોને ખોટું કહ્યું છે. હજારો એવા લોકો છે જેઓ બે રાજ્યોમાં મતદાર તરીકે નોંધાયેલા છે. અનેક લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને અલગ-અલગ રાજ્યોમાં મત આપે છે.”

કોંગ્રેસે આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરી છે, જ્યારે ભાજપની તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :“Heart Attack at Home Alone? :ઘરે હોવ અને એટેક આવે તો શું કરશો ? એટેકના પ્રારંભિક સંકેતો ઓળખો