“Heart Attack at Home Alone? :ઘરે હોવ અને એટેક આવે તો શું કરશો ? એટેકના પ્રારંભિક સંકેતો ઓળખો #HeartAttackAwareness,#HealthTips,#HealthyHeart

0
155
"Heart Attack at Home Alone?:
"Heart Attack at Home Alone?:

Heart Attack at Home Alone?: #HeartAttackAwareness,#HealthTips,#HealthyHeart , હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે સતત લોહી પંપ કરીને જીવનને જાળવી રાખે છે. પરંતુ ક્યારેક જ્યારે હૃદયની ધમનીઓમાં અવરોધ સર્જાય છે, ત્યારે એ ગંભીર પરિસ્થિતિનું રૂપ લઈ શકે છે – જેને આપણે હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ.

"Heart Attack at Home Alone?:

અમેરિકન હાર્ટ એસોસિયેશનના તાજેતરના આંકડા મુજબ, વિશ્વભરમાં લગભગ 50% અચાનક હાર્ટ એટેકનાં મોત ત્યારે થાય છે જ્યારે દર્દી એકલો હોય અને એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન શકે. ભારતમાં પણ આ સ્થિતિ સામાન્ય બની રહી છે.

Heart Attack at Home Alone? હાર્ટ એટેક દરમિયાન એકલા હોવું કેમ જોખમી?

હાર્ટ એટેક દરમિયાન હૃદયની ધમનીઓ બ્લોક થઈ જાય છે અને લોહીનો પ્રવાહ અટકી જાય છે. દરેક મિનિટે આશરે 10 લાખ હૃદય કોષો મૃત્યુ પામે છે. જો વ્યક્તિ એકલો હોય, તો મદદ માટે કોઈ ન હોય અને સમયસર સારવાર મળવી મુશ્કેલ બને છે.

"Heart Attack at Home Alone?:

Heart Attack at Home Alone?: શરૂઆતના સંકેતો કેવી રીતે ઓળખવા?

મોટા ભાગના લોકો ફિલ્મોમાં હાર્ટ એટેકને અચાનક પડવાના રૂપમાં જુએ છે, પણ વાસ્તવિક જીવનમાં એ ધીમે ધીમે શરૂ થાય છે.
હાર્ટ એટેક પહેલાં 1-2 કલાક અગાઉ નીચેના લક્ષણો દેખાય શકે:

  • છાતીમાં દબાણ કે દુખાવો
  • હાથ, ખભા કે જડબામાં દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • ચક્કર આવવું અથવા ઠંડો પસીનો
  • અતિથાક અથવા ગભરામણ

જો બે કે તેથી વધુ લક્ષણો દેખાય, તો તરત પગલાં લેવાની જરૂર છે.

"Heart Attack at Home Alone?:

Heart Attack at Home Alone?: જો તમે એકલા હો અને હાર્ટ એટેકના સંકેતો લાગે તો શું કરવું?

જો તમને લાગે કે હાર્ટ એટેક આવી રહ્યો છે, તો ગભરાશો નહીં — આ 10 પગલાં જીવન બચાવી શકે છે (બધું 5 મિનિટમાં કરી શકાય):

  1. તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરો – 108 અથવા નજીકના હોસ્પિટલનો નંબર ડાયલ કરો.
  2. દરવાજો ખૂલો રાખો – મદદ સમયસર મળી રહે.
  3. આરામથી બેસી જાવ – શારીરિક દબાણ ઘટાડો.
  4. ટાઈટ કપડાં ઢીલા કરો – શ્વાસ લેવામાં સહેલાઈ રહે.
  5. એક એસ્પિરિન (300mg) ચાવીને ગળી લો (જો એલર્જી ન હોય).
  6. ધીમી, ઊંડી શ્વાસ લો – ઓક્સિજન લેવલ જાળવો.
  7. મોબાઈલ તમારા પાસે રાખો – મદદ માટે સતત સંપર્કમાં રહો.
  8. કોઈને કોલ પર રાખો – જો સ્થિતિ ખરાબ થાય તો તેઓ માર્ગદર્શન આપી શકે.
  9. ઠંડા પસીના કે ચક્કર આવે તો બેસી જાવ અથવા સુઈ જાવ.
  10. કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી ન કરો.

Heart Attack at Home Alone? હાર્ટ પેશન્ટ માટે 7 તૈયારી જરૂરી:

  1. હંમેશા એમ્બ્યુલન્સ અને ડોક્ટરનો નંબર ફોનમાં સેફ રાખો.
  2. દવાઓ નિયમિત લો અને સમયસર તપાસ કરાવો.
  3. ઘરમાં પ્રાથમિક મેડિકલ કિટ રાખો.
  4. પરિવારને CPR શીખવો.
  5. મોબાઈલમાં હેલ્થ આઈડી અથવા મેડિકલ એલર્ટ એપ રાખો.
  6. તણાવ ટાળો અને નિયમિત કસરત કરો.
  7. આહાર સંતુલિત રાખો અને ધૂમ્રપાન ટાળો.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, જો હાર્ટ એટેક પછી પ્રથમ 90 મિનિટમાં યોગ્ય સારવાર મળે, તો વ્યક્તિના બચવાની શક્યતા 80% સુધી વધી શકે છે.

વધુ સમાચાર વાચવા માટે અહી ક્લિક કરો : Fair Price shop Strike:  સરકારે મુખ્ય માંગણીઓ સ્વીકારી: