ભારતીય મૂળના ચંદ્રમૌલી બોબ નાગમલૈયાની હત્યા #chandramaulibob #bobnagamalaiya #indian #america – અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ક્રૂર હત્યા થવા પામી છે. આ ઘટનાએ માત્ર ભારતીય સમુદાયને જ નહીં પરંતુ સમગ્ર અમેરિકન સમાજને પણ હચમચાવી નાખ્યો છે. મૃતકનું નામ ચંદ્રમૌલી બોબ નાગમલૈયા (50 વર્ષ) છે, જે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરી પોતાના પરિવાર સાથે જીવન નિર્વાહ કરતા હતા.
નાગમલૈયાની હત્યા એટલી નૃશંસ રીતે કરવામાં આવી કે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આરોપી તરીકે યોર્દાનિસ કોબોસ માર્ટિનેઝ, જે ક્યુબાનો નાગરિક છે, તેની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, માર્ટિનેઝે નાગમલૈયા પર ચાકુથી અનેકવાર પ્રહાર કર્યો હતો. પ્રહાર એટલો ગંભીર હતો કે તેમની ગરદન ધડથી અલગ થઈ ગઈ હતી. આ જ નહીં, પરંતુ હત્યા બાદ આરોપીએ મૃતકનું માથું લાત મારીને કચરાના કુડામાં ફેંકી દીધું હતું. આ સમગ્ર ઘટના નાગમલૈયાની પત્ની નીશા અને 18 વર્ષના દીકરા ગૌરવની આંખો સામે બની હતી. ભારતીય મૂળના ચંદ્રમૌલી બોબ નાગમલૈયાની હત્યા
ભારતીય મૂળના ચંદ્રમૌલી બોબ નાગમલૈયાની હત્યા
આ ઘટના બાદ અમેરિકન રાજકીય નેતાઓ અને ભારતીય સમુદાયમાં ભારે આક્રોશ છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્નાએ કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે – “એક મહેનતુ ભારતીય અમેરિકન નાગરિકની તેની પત્ની અને બાળકોની સામે એટલી ભયાનક રીતે હત્યા કરવી અત્યંત દયનીય છે. એવો ખતરનાક ગુનેગાર અમેરિકાની ગલીઓમાં મુક્ત કેવી રીતે ફરતો હતો? તેવો આરોપી અહીં રહેવા લાયક જ નથી.” ખન્નાએ અમેરિકન તંત્રને સવાલ કર્યો છે કે પૂર્વે પણ ગુનાઓ માટે સજા ભોગવી ચૂકેલા આ વ્યક્તિને ફરી મુક્ત કેમ કરવામાં આવ્યો હતો.
આરોપી માર્ટિનેઝ સામે અગાઉ પણ ચોરી અને અન્ય અનેક ગુનાઓના કેસ નોંધાયેલા હતા. તેમ છતાં તે અમેરિકાની ગલીઓમાં ખુલ્લેઆમ ફરતો હતો અને અંતે આ નૃશંસ હત્યા સુધી પહોંચ્યો. નાગમલૈયાની હત્યા બાદ સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને ભય ફેલાયો છે.

નાગમલૈયા હ્યુસ્ટનમાં આવેલી ડાઉનટાઉન સુઈટ્સ હોટેલમાં કામ કરતા હતા. મહેનતુ અને સરળ સ્વભાવના ચંદ્રમૌલી પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. પરંતુ આ હત્યાએ તેમની પત્ની અને દીકરાને તૂટેલા અવસ્થામાં મૂકી દીધા છે. ઘટના સમયે જ સાક્ષી રહેલા દીકરા ગૌરવનું માનસિક આઘાતમાંથી બહાર આવવું સહેલું નથી.
ભારતીય મૂળના ચંદ્રમૌલી બોબ નાગમલૈયાની હત્યા પર ભડક્યા અમેરિકન સાંસદ
આટલો ખતરનાક ગુનેગાર કેવી રીતે મુક્ત ફરતો હતો : રો ખન્નાનો સવાલ
મૂળ ક્યુબાનો નાગરિક માર્ટિનેઝ અન્ય ગુનાઓ બદલ સજા કાપી ચૂક્યો છે
ઘટનાના થોડા જ દિવસોમાં ભારતીય સમુદાયે પરિવારને સહાયરૂપ થવા માટે ફંડ રેઝિંગ અભિયાન શરૂ કર્યું. GoFundMe પર શરૂ કરાયેલા આ અભિયાન દ્વારા અત્યાર સુધી લગભગ બે લાખ અમેરિકન ડોલર એકત્રિત થયા છે. આ રકમનો ઉપયોગ નાગમલૈયાના અંતિમ સંસ્કારના ખર્ચ અને ગૌરવના કોલેજ અભ્યાસને આગળ વધારવા માટે કરવામાં આવશે. આ અભિયાન દર્શાવે છે કે ભારતીય સમુદાય મુશ્કેલીના સમયમાં એકતાથી આગળ આવે છે. ભારતીય મૂળના ચંદ્રમૌલી બોબ નાગમલૈયાની હત્યા
ભારતીય સમુદાયની સાથે સાથે ભારત સરકાર પણ આ મામલે સતર્ક બની છે. ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ, હ્યુસ્ટન આ કેસ પર નજર રાખી રહ્યું છે. મહાવાણિજ્ય દૂત ડી.સી. મંજુનાથએ જણાવ્યું કે – “અમે પરિવાર તથા સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. તમામ જરૂરી કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”
આ ઘટના માત્ર એક વ્યક્તિની હત્યા નથી, પરંતુ અમેરિકામાં વસતા લાખો ભારતીયો માટે સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને મહેનતુ પરિવારો પર આવી દુર્ઘટનાઓ થતાં તેમના ભવિષ્ય પર કાળો ઘેરો પડતો હોય છે.
નાગમલૈયાની હત્યા પછી રો ખન્ના સહિતના રાજકીય નેતાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવા ગુનેગારોને કડકથી કડક સજા આપવામાં આવવી જોઈએ. અમેરિકન તંત્ર સામે હવે બે મોટા પડકાર છે – એક તો નાગમલૈયાના પરિવારને ન્યાય અપાવવાનો અને બીજું, આવા ગુનેગારોને ખુલ્લા મૂકવાની પ્રણાલી પર ફરી વિચારવાનો.
નાગમલૈયાની નૃશંસ હત્યા પર વિશ્વભરના ભારતીયોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવાર માટે પ્રાર્થનાઓ કરી છે. પરંતુ પરિવાર માટે સૌથી મોટી આશા એ છે કે ન્યાય મળવો જોઈએ અને ચંદ્રમૌલીનું બલિદાન નિષ્ફળ ન જવું જોઈએ.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે