વરસાદી પાણીના નિકાલ બાબતે નનૈયા #monsoon #water #rain #savali #vadodara – વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકા વરસાદી પાણીના નિકાલ મુદ્દે ફરી એકવાર વિવાદનાં વંટોળે ચડી છે. નગરજનોએ મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટર અને કમિશ્નરને લેખિત રજૂઆત કરીને પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
સાવલી પોલીસ સ્ટેશનથી પોઇચા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી નિકાલ માટે વર્ષો પહેલાં બનાવાયેલી કાંસ અને ગટરો ગેરકાયદેસર દબાણ અને પેવર બ્લોકના કારણે બંધ થઈ ગયાં હોવાનો વિરોધ પક્ષ અને નગરજનોઈ આક્ષેપ કર્યો છે.
શિવમ પાર્ક સોસાયટી, અયોધ્યા પૂરી, અધિક પ્લાઝા કોમ્પલેક્ષ અને રિલાયન્સ પેટ્રોલ પંપ વિસ્તારમાં દર વર્ષે ગુઠણ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. નાગરીકો સ્વખર્ચે મોટર મૂકીને પાણી કાઢવા મજબૂર બન્યા છે. જૂની ગટરોમાં માટી ભરીને દબાણ કરવામાં આવ્યું છે. તે તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ
Vadodara સાવલી નગરપાલિકા ફરી વાર વિવાદનાં વંટોળે ચડી. પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા
સાવલી નગરપાલિકા ફરી વાર વિવાદનાં વંટોળે ચડી
વરસાદી પાણીના નિકાલ બાબતે નનૈયા ઠેઠે
પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા

