ભારત-પાકિસ્તાનના વિભાજન #india #pakistan #congress #zina – ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદી તો મળી, પણ આ આઝાદી સાથે ભાગલાનો કદી ન ભરાય એવો ઘા પણ મળ્યો, જે દર વર્ષે દેશના લોકો માટે દર્દ લાવે છે. ભાગલા દરમિયાન થયેલા હત્યાકાંડ અને લૂંટની ઘટનાઓએ કરોડો લોકોને અસર તો કરી જ, પણ તેમનું જીવન પણ હંમેશા માટે બદલી નાખ્યું.
NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક નવો અભ્યાસક્રમ
આ ભાગલાની પીડા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે NCERTએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક નવો અભ્યાસક્રમ (મોડ્યુલ) બહાર પાડ્યો છે, જેમાં ભાગલા માટે જવાબદાર લોકો વિશે જણાવવામાં આવ્યું છે. NCERTએ 14 ઓગસ્ટના રોજ Partition Horrors Remembrance Day (ભયાનક વિભાજન સ્મૃતિ દિવસ) નિમિત્તે આ ખાસ અભ્યાસક્રમ બહાર પાડ્યો હતો. આ અભ્યાસક્રમ અનુસાર, 1947માં થયેલા ભારત-પાકિસ્તાનના ભાગલાની અસર માત્ર તે સમયે જ નહીં, પણ વર્તમાનમાં પણ જોવા મળે છે.
ભારત-પાકિસ્તાનના વિભાજન આઝાદ ભારતમાં એવું પહેલી વાર થયું
જેમાં પાકિસ્તાન સાથેના બગડતા સંબંધો, PoK વિવાદ અને સંરક્ષણ બજેટમાં થતો વધારો મુખ્યત્વે જોઈ શકાય છે. આઝાદ ભારતમાં એવું પહેલી વાર થયું છે કે ભાગલાની પીડા વિશે સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી રહી છે. NCERTના આ નવા અભ્યાસક્રમમાં એ મુદ્દા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે કે શું ભારતના ભાગલા પાડીને નવો દેશ પાકિસ્તાન બનાવવો જરૂરી હતો. અભ્યાસક્રમ કહે છે કે તે પરિસ્થિતિઓમાં ભારતના ભાગલા જરૂરી ન હતા.
ઝીણાની પાકિસ્તાનની જીદ સામે કોંગ્રેસે ઝૂકી
પણ ખોટા વિચારો અને સંજોગોને કારણે આ ભાગલા પડ્યા. ઝીણાની પાકિસ્તાનની જીદ સામે કોંગ્રેસે ઝૂકી જઈને તેને સ્વીકાર્યું અને તેને દેશને ગૃહયુદ્ધથી બચાવવાનો શાંતિપૂર્ણ માર્ગ ગણાવાયો, જોકે મહાત્મા ગાંધીએ આ ભાગલાનો વિરોધ કર્યો હતો.

દેશભરમાં 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી.બાળકો ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ