Shiva Chalisa : મહિમા અને મહત્વ #ShivaChalisa #ShivPuja

0
8

Shiva Chalisa : અત્યંત પવિત્ર એવી શિવ ચાલીસાનું મહત્વ અને માહાત્મ્ય અનેરુ છે

ભગવાન શિવ (Lord Shiva) ભોળાનાથ કહેવાય છે. તેઓ સરળ રીતે કરેલ પૂજા અર્ચનાથી પણ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવને પ્રિય એવી સ્તુતિ પૈકીની એક છે શિવ ચાલીસા (Shiva Chalisa) . શિવ ચાલીસાનો મહિમા અનેરો છે. જે ભક્ત નિયમિત શિવ ચાલીસા (Shiva Chalisa) કરે છે તેને ભગવાન શિવની યથાયોગ્ય કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. શિવ ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં શાંતિ, સુખ અને સુખાકારી આવે છે.

Shiva Chalisa

Shiva Chalisa : ભગવાન શિવનો મહિમા વર્ણવે છે

શિવ ચાલીસામાં નામ પ્રમાણે જ ભગવાન શિવનો મહિમા વર્ણવતા 40 વાક્યોનો સમાવેશ થાય છે. આ માત્ર સાદા વાક્યો કે મંત્રો નથી પરંતુ ભગવાન શિવના ગુણો, સ્વભાવ, પ્રભાવ વિશે વિશદ વર્ણન છે. ભગવાન શિવના જીવન કવન વિશે અનેક સ્તુતિ અને સ્તોત્ર લખાયા છે. જેમાંથી ભગવાન શિવને પ્રિય એવી સ્તુતિ પૈકી એક છે શિવ ચાલીસા. શિવ ચાલીસાનો મહિમા અને મહત્વ અનેરુ છે.

ક્યારે પઠન કરવું જોઈએ ?

ભગવાન શિવની ભક્તિ કે પૂજા અર્ચના ગમે ત્યારે કરી શકાય છે. સમગ્ર વિશ્વમાં એવા અનેક લોકો છે જેઓ ગમે ત્યારે, ગમે તે ક્ષણે સંકટમાં મુકાય ત્યારે ભગવાન શિવને યાદ કરી લેતા હોય છે. તેમાંય શિવ ચાલીસાનું પઠન તો ગમે ત્યારે કરો તેનું મનોવાંચ્છિત ફળ અવશ્ય મળે છે. જો કે શિવ ચાલીસાનું કેટલાક ખાસ દિવસે પઠન કરવાથી જીવનમાં શાંતિ, સુખ અને સુખાકારી આવે છે. સોમવાર, શિવરાત્રી, પ્રદોષ વ્રત અને શ્રાવણના દરેક દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેમાંય વળી મહાશિવરાત્રી (Mahashivratri) ના દિવસે ચારેય પ્રહરમાં 4 વખત શિવ ચાલીસાનું વાંચન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે.

Shiva Chalisa

Shiva Chalisa

॥ दोहा ॥
जय गणेश गिरिजा सुवन,
मंगल मूल सुजान ।
कहत अयोध्यादास तुम,
देहु अभय वरदान ॥

॥ चौपाई ॥
जय गिरिजा पति दीन दयाला ।
सदा करत सन्तन प्रतिपाला ॥

भाल चन्द्रमा सोहत नीके ।
कानन कुण्डल नागफनी के ॥…..

Shiva Chalisa
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Shiva Chalisa : મહિમા અને મહત્વ #ShivaChalisa #ShivPuja