KBC 17 : આજથી શરૂ,અમિતાભ બચ્ચનની ફી જાણીને ચોંકી જશો!
KBC 17: લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 17)ની નવી સિઝન – 17, ‘જ્યાં અકલ છે, ત્યાં અકડ છે’ની થીમ સાથે આવી રહી છે. આ થીમ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ શો સામાન્ય માણસના જ્ઞાન અને તેના પર રહેલા ગર્વને ઉજવે છે, જ્યાં આત્મવિશ્વાસ મોટી જીતમાં ફેરવાય છે.
11 ઓગસ્ટથી એટલે કે આજથી KBC સીઝન 17ની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધીની 16 સિઝનમાં, કુલ 2143 સ્પર્ધકોને હોટસીટ પર બેસવાનો મોકો મળ્યો છે, જેમણે કુલ મળીને લગભગ રૂ239 કરોડની ઈનામી રકમ જીતી છે. આ શોની 1368 એપિસોડની સફર ઘણી યાદગાર રહી છે. આ નવા પ્રોમોમાં, હોસ્ટ અમિતાભ બચ્ચન ફરી એકવાર દર્શકોનું દિલ જીતી રહ્યા છે, જેમાં જોવા મળે છે કે આ સિઝન પણ ઘણી રોમાંચક અને રેકોર્ડબ્રેક જીત સાથે કદાચ સૌથી શાનદાર સિઝન બની રહેશે.
KBC 17 : માટે અમિતાભ લઈ રહ્યા છે 5 કરોડ ફી
ધ ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચન આ સિઝન KBC 17ના દરેક એપિસોડ માટે રૂ5 કરોડની ફી લઈ રહ્યા છે. જોકે, આ અંગે મેકર્સ કે અમિતાભ બચ્ચન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ વાત સાચી હોય તો તે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી હશે. આ સાથે જ, એવી પણ અફવા છે કે KBCના પ્રસારણના સમયને કારણે લોકપ્રિય શો ‘CID 2’ બંધ થઈ શકે છે, પરંતુ તેના પર પણ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

બે પ્રોમો થયા છે રિલીઝ
સોની ટીવી પર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. શોના બે પ્રોમો રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં એક પ્રોમોમાં ‘બિગ બોસ’ ફેમ ટીવી અભિનેત્રી સુંબુલ તૌકીર ખાન પણ જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: “KBC 17 : પર નવા રેકોર્ડની આશા”#KaunBanegaCrorepati #AmitabhBachchan