TRUMP : મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ#DonaldTrump #IndiaUSRelations #TradeWar

0
198

TRUMP : ભારત પર 25% ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ

Donald Trump announces Tariff on India: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેને લઈને ભારતને આગામી 1 ઓગસ્ટથી ટેક્સ આપવો પડશે. ટ્રમ્પે કહ્યું કે, ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતા બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એજ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી.

પોતાના નિવેદનમાં ટ્રમ્પે એ પણ આરોપ લગાવ્યો કે ભારત સૈન્ય ઉપકરણોની ખરીદીમાં વધુમાં વધુ રશિયા પર નિર્ભર છે અને તે ચીનની સાથોસાથ રશિયા પાસેથી ઉર્જાનો પણ સૌથી મોટો ભાગીદાર છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે.

TRUMP

ટ્રમ્પે કહ્યું કે, આ તમામ વાતોને જોતા ભારતને 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફની સાથો સાથ એક પેનલ્ટી પણ ચૂકવવી પડશે. ટ્રમ્પે અંતમાં MAGA! (Make America Great Again)નો નારો પણ દોહરાવ્યો.

TRUMP
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: TRUMP : મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ#DonaldTrump #IndiaUSRelations #TradeWar