Mig-21: 62 વર્ષ બાદ થશે રિટાયર,ભારતીય વાયુસેના માટે એક યુગનો આવશે અંત#AirForceRetirement #IAFHistory #IndianAirForce

0
239

Mig-21: ભારતીય વાયુસેનામાં એક યુગનો અંત

19 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતીય વાયુસેનાનું (Indian Air Forc)સૌથી જૂનુ અને ઐતિહાસિક મિગ 21ને (Mig-21)અલવિદા કહી રહ્યું છે. 23 સ્ક્વોડ્રન એક ખાસ કાર્યક્રમ યોજીને આ પ્લેનને વિદાય આપશે. 1963માં પહેલીવાર મિગ 21 ભારતીય વાયુસેનામાં સામેલ થયુ. જે ભારતનું પ્રથમ સુપર સોનિક જેટ હતું. જેનાથી 62 વર્ષમાં દેશની વાયુસેનાની તાકાતને મજબૂત કરી. હવે તેના રિટાયરમેન્ટથી વાયુસેનાની તાકાત 29 સ્કવોડ્રન સુધી જ સિમિત રહેશે જે 1965ના યુદ્ધના સમય કરતા પણ ઓછી છે. પરંતુ તેની કેમ વિદાય કરવામાં આવી આવો જાણીએ..

Mig-21 : હવે માત્ર 2જ સ્કોવોડ્રેન

ભારતીય વાયુસેનાએ 2025 સુધીમાં બધા મિગ-21 વિમાનોને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. પહેલા તેની પાસે ચાર સ્ક્વોડ્રન હતા, પરંતુ હવે ફક્ત બે જ વધ્યા છે.

  • નં. 3 સ્ક્વોડ્રન (કોબ્રા): બિકાનેરમાં નાલ એરબેઝ ખાતે તૈનાત છે. જ્યારે
  • નં. 23 સ્ક્વોડ્રન (પેન્થર્સ): સુરતગઢ ખાતે તૈનાત છે. તેઓ પણ હવે 19 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢમાં નિવૃત્ત થઈ રહ્યા છે.

Mig-21 : ની છેલ્લી ઉડાનને ચિહ્નિત કરશે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં નંબર 4 સ્ક્વોડ્રન (યુરિયલ્સ) અને નંબર 51 સ્ક્વોડ્રન (તલવારબાજી) નિવૃત્ત થયા હતા. હવે બાકીના 26-31 મિગ-21 બાયસોન 2025ના અંત સુધીમાં નિવૃત્ત થશે. ચંદીગઢમાં 23 સ્ક્વોડ્રનનો સમારોહ મિગ-21ની છેલ્લી ઉડાનને ચિહ્નિત કરશે.

Mig-21 : કેમ થઇ રહ્યુ છે નિવૃત્ત ?

  • મિગ 21એ 1950-1960ના દાયકાનું વિમાન છે જે આજની લેટેસ્ટ ટેક્નોલોજી સામે ઝાંખુ પડે.
  • તે ઓલ્ડ ટેક્નિક હોવાને કારણે આજના સમયે તેનું મેન્ટેનન્સ કરવુ મુશ્કેલ છે.
  • કેટલીક ઘટનામાં પાયલટની ભૂલ અને ટ્રેનિંગના અભાવે થઇ
  • પક્ષીઓ અથડાવવાથી પણ કેટલીક દુર્ઘટનાઓ બની.
  • છેલ્લા 60 વર્ષોમાં 400થી વધારે મિગ-21 પ્લેન ક્રેશ થયા
  • જેમાં 200થી વધારે પાયલટે જીવ ગુમાવ્યો. 2010 પછી તો 20થી વધારે મિગ 21 ક્રેશ થયા.
Mig-21

ભારતને ક્યારે મળશે તેજસ Mk1A ?

મળતી માહિતી મુજબ તેજસને મિગ-21 સાથે રિપ્લેસ કરવાની યોજના હતી. પરંતુ તેજસ ફાઇટર પ્લેન વિવિધ કારણોસર ભારતને મળી રહ્યું નથી.
પહેલુ તો એ કે તેનું જે એન્જિન છે તે અમેરિકાથી આવે છે. સપ્લાય ચેનમાં મુશ્કેલીને કારણે તેની ડિલીવરી 2024 માર્ચમાં થવાની હતી તેને બદલે માત્ર 2025 માર્ચમાં થઇ. ત્યારે આશા છે કે માર્ચ 2026 સુધી દર મહિને 2 એન્જિન મળે.

બીજુ કારણ એ કે તેજસ Mk1A તૈયાર છે પરંતુ એન્જિન ન હોવાને કારણે તેનું પ્રોડક્શન થયુ નથી.AL એ બેંગલુરુમાં 16 અને નાસિકમાં 24 વિમાનો માટે ઉત્પાદન લાઇન શરૂ કરી છે.ત્રીજુ કારણ એ છે કે તેજસ Mk1A માં નવી સિસ્ટમો (જેમ કે AESA રડાર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ) ઉમેરવામાં આવી હતી, જેના પરીક્ષણમાં સમય લાગ્યો. પ્રથમ ઉડાન માર્ચ 2024 માં હતી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Mig-21: 62 વર્ષ બાદ થશે રિટાયર,ભારતીય વાયુસેના માટે એક યુગનો આવશે અંત#AirForceRetirement #IAFHistory #IndianAirForce