Weight Loss : દરરોજ કરો સૂર્ય નમસ્કાર અને જોઈ લો ફરક
આજકાલ સ્થૂળતા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. માત્ર વધુ પડતું ખાવાથી કે અન-હેલ્ધી ખોરાકથી જ નહીં પરંતુ ઓછી ઊંઘ અને વધુ તણાવથી પણ વજન વધી જાય છે. આવી સ્થિતિમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. જેમાં યોગસન તમને મદદ કરી શકે છે. યોગ એ માત્ર એક્સરસાઇઝ જ નથી પરંતુ તમારા શરીર અને મનને બેલેન્સ કરવાની કળા છે. યોગાસન તમારા મનને શાંત રાખે છે, તણાવ દૂર કરે છે અને શરીરમાં જમા થયેલી ચરબી પણ ધીમે-ધીમે ઘટાડે છે. તેથી દરરોજ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવાથી થોડા દિવસોમાં સ્થૂળતા ઘટાડી શકાય છે. જાણો સૂર્ય નમસ્કારના ફાયદા અને તે કરવાની યોગ્ય રીત શું છે?

Weight Loss: સૂર્ય નમસ્કારમાં કુલ 12 આસન
સૂર્ય નમસ્કાર કરવાથી મન, શરીર અને આત્માને નવી ઉર્જા મળે છે. સૂર્યની સામે આ એક્સરસાઇઝ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બિમારીઓ દૂર રહે છે. સૂર્ય નમસ્કારમાં કુલ 12 આસન કરવામાં આવે છે. જેમાં સ્ટ્રેચિંગથી લઈને શ્વાસને બેલેન્સ કરવા સુધીની પ્રક્રિયા સામેલ છે.
સૂર્ય નમસ્કારથી વજન ઘટાડવામાં મદદ મળે
સૂર્ય નમસ્કારનું એક સંપૂર્ણ ચક્ર કરવાથી લગભગ 15 કેલરી બર્ન થાય છે. જો તમે દિવસમાં 20થી 24 વખત સૂર્ય નમસ્કાર કરો છો, તો તમે 360 કેલરી બર્ન કરો છો. સૂર્ય નમસ્કારમાં કાર્ડિયો એક્સરસાઇઝ અને યોગનું મિશ્રણ છે. દરરોજ તેને કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને તમારા માટે વજન ઘટાડવાનું સરળ બની જાય છે.

Weight Loss: સૂર્ય નમસ્કાર
સૌથી પહેલા નમસ્કાર મુદ્રામાં સીધા ઊભા રહો અને પોતાના બંને હાથ જોડો. હવે હસ્ત ઉત્તાનાસન કરો જેમાં બંને હાથ ઉપર તરફ લઈ જાઓ. ત્યારબાદ પાદહસ્તાસનમાં શ્વાસ છોડતા વાંકા વળીને પગને સ્પર્શ કરો. હવે અશ્વ સંચાલનાસન કરતાં તમારા જમણા પગને પાછળ લઈ જાઓ અને ડાબા પગને આગળ લાવો. ત્યારબાદ આગળનું આસન દંડાસન છે જેમાં બંને પગ પાછળ લઈ જાઓ અને પ્લેન્ક મુદ્રામાં આવો. હવે અષ્ટાંગ નમસ્કાર કરો જેમાં ઘૂંટણ, છાતી અને દાઢીને જમીન પર રાખો. હવે ભુજંગાસન કરો જેમાં છાતી ઉંચી કરીને કોબ્રા મુદ્રા બનાવવામાં આવે છે. ત્યારબાદ પર્વતાસનમાં શરીરના મધ્ય ભાગને ઉઠાવો, જેમ કે ઊંધો V બને છે. ત્યાર પછી અશ્વ સંચાલનાસનમાં પાછો ડાબા પગને પાછળ અને જમણા પગને આગળ લાવો. પાદહસ્તાસનમાં ફરીથી તમારા પગને સ્પર્શ કરો અને હસ્ત ઉત્તાનાસન કરતાં શ્વાસ લો અને હાથ ઉપર ઉઠાવો. હવે પાછા નમસ્કાર મુદ્રામાં આવો.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Weight Loss: ભરપૂર મદદ કરશે આ યોગાસન, રોજ કરશો તો બોડી રહેશે ફિટ#SuryaNamaskar #YogaForWeightLoss #WeightLossJourney