HITENDRAPATEL: ઉદ્ધવ ઠાકરેના નિવેદન મામલે રાજકારણ ગરમાયું છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેના નિવેદન અંગે ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે (HITENDRAPATEL) જણાવ્યું હતું કે, નકલી શિવસેનાના નેતાઓ સત્તા માટે ભેગા થઈ રહ્યા છે. વર્ષો પહેલા સત્તા માટે છુટા પડ્યા હતા. હવે સત્તા માટે ભેગા થઈ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા
હિતેન્દ્ર પટેલે (HITENDRAPATEL) જણાવ્યું કે, પ્રગતિએ ભાજપને આભારી છે. તેજ રીતે ભાજપનો ઉદય પણ પાટીદારોને આભારી છે. ગુજરાતમાં પાટીદાર અને ભાજપ એકબીજાના પૂરક છે. ભાજપ પાર્ટી જ્ઞાતિ, જાતિ, પંથ કે ભાષાના આધારે હતી નહી અને છે પણ નહી. ઉદ્ધવ ઠાકરેના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું.

જાણો, ઉદ્ધવ ઠાકરેએ પાટીદારો પર શું કહ્યું
મહારાષ્ટ્રમાં એક તરફ મરાઠી ભાષા બોલવાને લઈ હુમલા કરાય છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગુજરાતનું નામ લઈને રાજકારણ કરવા માંગે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારોને અલગ અલગ કરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ખુલ્લી પડી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ સમજવું પડશે કે આર્થિક નીતિમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે. વર્લીમાં આયોજિત ‘આવાઝ મરાઠીચા’ નામની રેલીમાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
20 વર્ષ બાદ કેમ એકસાથે આવ્યા ઠાકરે ભાઈઓ?
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે